Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી


લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી શ્રેણીબદ્ધ હાકલ કરી હતી. દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાના વ્યાપમાં ફેરફાર કરવાની હાકલ કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકો, સરકારો, ઉદ્યોગો, ખેડૂતો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા સાહસિક સામુહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  1. નેક્સ્ટ લેવલ રિફોર્મ્સ: પ્રધાનમંત્રીએ સુધારાની ગતિને ઝડપી બનાવવાની હાકલ કરી, અને જણાવ્યું કે ભારત માટે સુધારા ન તો કોઈ મજબૂરી હતી કે ન તો કોઈ આડંબર, પરંતુ નિષ્ઠાનો વિષય હતો. તેમણે કહ્યું કે સરકાર, સમાજ, ઉદ્યોગ, ઉત્પાદકો અને ખેડૂતોએ પરંપરાગત પ્રણાલીઓ, વિચારસરણી અને લક્ષ્યોમાં સુધારો કરવો પડશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગોને એકસાથે આગળ વધવા અને 2047ની આકાંક્ષાઓ અનુસાર આકાર પામેલી પ્રણાલીઓ, નીતિઓ અને નિયમો સાથે સતત સુધારાઓને આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું.
  2. વિકસિત ભારત માટે સપ્ત ધારા’: પ્રધાનમંત્રીએ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને આવનારા પાંચસાત વર્ષમાં દેશને નવી ગતિ આપવા માટે શક્તિના સાત પ્રવાહો, “સપ્ત ધારામાટે લાલ કિલ્લા પરથી આહ્વાન કર્યું હતું. સાત પ્રવાહો છે:
  • મેન્યુફેક્ચરિંગ પાવર: ભારતે ઘટકો અને ડિઝાઇનથી લઈને સંપૂર્ણ ઉત્પાદનોના ઉત્પાદન સુધીની સંપૂર્ણ મૂલ્ય શૃંખલા વિકસાવવી જોઈએ અને વૈશ્વિક સપ્લાય ચેઈનનું એક વિશ્વસનીય કેન્દ્ર બનવું જોઈએ. પ્રધાનમંત્રીએ ખર્ચ, ગુણવત્તા અને સ્કેલ, સ્પર્ધાત્મક ફેક્ટરીઓ, યુઝરફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, આકર્ષક પેકેજિંગ અને ઝીરોડિફેક્ટ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂક્યો હતો. ગુણવત્તા પર કોઈ સમાધાન ન કરવાની હાકલ કરતા તેમણે કહ્યું કે, “ક્વોલિટી, ક્વોલિટી, ક્વોલિટી” (ગુણવત્તા, ગુણવત્તા, ગુણવત્તા) ભારતીય મેન્યુફેક્ચરિંગનો મંત્ર હોવો જોઈએ.
  • કૃષિ અને ખાદ્ય ઉત્પાદન: પ્રધાનમંત્રીએ ખેતરથી નિકાસ બજાર તરફ આગળ વધવા અને ભારતના પરંપરાગત ખોરાક, શ્રી અન્ન, મસાલા, ફળો અને ફૂલોને વૈશ્વિક બ્રાન્ડમાં ફેરવવાની હાકલ કરી હતી. તેમણે રસાયણ મુક્ત ખેતી અને વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરતા કૃષિ ઉત્પાદનો પર પણ ભાર મૂક્યો હતો.
  • ટેકનોલોજી અને ઇનોવેશન: AI, ક્વોન્ટમ, સ્પેસ, રોબોટિક્સ અને ડેટા સેન્ટર્સ સહિતના ઉભરતા ક્ષેત્રોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે માત્ર વિશ્વ માટે એક બજાર ન રહેવું જોઈએ પરંતુ ઇનોવેશન હબ બનવું જોઈએ. તેમણે કહ્યું કે મેડઇનઇન્ડિયા 6G દરેક ખૂણે પહોંચે તે દેશનું લક્ષ્ય હોવું જોઈએ.
  • ગતિ શક્તિ: પ્રધાનમંત્રીએ શહેરોને જોડતી હાઇસ્પીડ રેલવે, આધુનિક હાઇવે, અંતર્દેશીય જળમાર્ગો, એરપોર્ટ અને મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ દ્વારા સીમલેસ અને ઝડપી કનેક્ટિવિટી માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે પોર્ટ્સે માત્ર સામાન લોડ કરવા અને અનલોડ કરવાથી આગળ વધીને પોર્ટલેડ ડેવલપમેન્ટ અને ગ્રોથના ડ્રાઇવર બનવું જોઈએ.
  • ડિફેન્સ શક્તિ: પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે આહ્વાન કર્યું અને કહ્યું કે ભારતે આગામી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી વિકસાવીને વૈશ્વિક સપ્લાયર બનવા તરફ આગળ વધવું જોઈએ. તેમણે ખાસ કરીને ડ્રોન અને કાઉન્ટરડ્રોન સિસ્ટમ્સ વિકસાવવા અને હાઇપરસોનિક સંરક્ષણ તકનીકોમાં નેતૃત્વ લેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે સાયબર સુરક્ષાને પણ એક એવા ક્ષેત્ર તરીકે રેખાંકિત કર્યું જ્યાં ભારતીય યુવાનોની ક્ષમતાઓનો ઉપયોગ ભારત અને વિશ્વ માટે થઈ શકે છે.
  • ગ્રીન ઈકોનોમી અને બ્લુ ઈકોનોમી: પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન, અક્ષય ઊર્જા, ઊર્જા સંગ્રહ, ગ્રીન મોબિલિટી અને ગ્રીન મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સ્કેલ પ્રાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે મત્સ્યોદ્યોગ, દરિયાકાંઠાના પ્રવાસન, મહાસાગર ટેકનોલોજી અને બ્લુ ઈકોનોમીના અન્ય ક્ષેત્રોમાં ભારતના દરિયાકાંઠા દ્વારા પૂરી પાડવામાં આવતી તકો પર પણ ભાર મૂક્યો હતો.
  • ભારતનું સોફ્ટ પાવર: પ્રધાનમંત્રીએ યોગ, આયુર્વેદ, હોલિસ્ટિક હેલ્થકેર અને હીલ ઇન ઇન્ડિયામાં ભારતની તાકાતને વિશ્વ સમક્ષ લઈ જવાની હાકલ કરી હતી. તેમણે હસ્તકળા, સંસ્કૃતિ, ફિલ્મો, VFX, એનિમેશન, ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટને પણ એવા ક્ષેત્રો તરીકે દર્શાવ્યા જ્યાં ભારત વૈશ્વિક સ્તરે તેની તાકાત સ્થાપિત કરી શકે છે. તેમણે વિદેશી પ્રવાસીઓ, વૈશ્વિક રમતગમતની ઈવેન્ટ્સ અને કોન્સર્ટને ભારત તરફ આકર્ષવા માટે વધુ પ્રયાસો કરવાની હાકલ કરી હતી.
  1. ભારતની મહત્વાકાંક્ષાઓનો વ્યાપ વધારો: દેશને મોટું વિચારવા માટે આહ્વાન કરતા પ્રધાનમંત્રીએ પૂછ્યું કે આવનારા દાયકામાં ફોર્ચ્યુન 500 માં ભારતની 50 કંપનીઓ કેમ ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વની ટોચની પાંચ બેંકોમાં ભારતીય બેંક હોવી જોઈએ અને વિશ્વની પાંચ સૌથી મોટી ફાર્મા કંપનીઓમાં એક કે બે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સ્થાન મેળવવું જોઈએ. તેમણે ભારતીય લો ફર્મ્સ, રેટિંગ એજન્સીઓ, કન્સલ્ટિંગ ફર્મ્સ અને એકાઉન્ટિંગ ફર્મ્સ વિશ્વની અગ્રણી ફર્મો તરીકે ઉભરી આવે, ભારતીય ટેકનોલોજી કંપનીઓ વૈશ્વિક લીડર બને અને ભારતીય બ્રાન્ડ્સ દેશની એવી ઓળખ બને જે વિશ્વને આકર્ષિત કરે તે માટે પણ આહ્વાન કર્યું હતું.
  2. ભારતીય ગુણવત્તાને વૈશ્વિક ઓળખ બનાવો: પ્રધાનમંત્રીએ ઉત્પાદકો, ઉદ્યોગસાહસિકો અને MSMEs ને વૈશ્વિક બજારોમાં વિશ્વસનીયતા અને ગુણવત્તાને ભારતીય ઉત્પાદનોની ઓળખ બનાવવા માટે ભારે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ભારતે ખર્ચ, ગુણવત્તા અને સ્કેલમાં વૈશ્વિક બેંચમાર્ક પૂર્ણ કરવા જોઈએ અને એવા ઉત્પાદનો ઓફર કરવા જોઈએ જે વિશ્વ બજારોમાં સફળતાપૂર્વક સ્પર્ધા કરી શકે. તેમણે MSMEs ને ભારતની વેપાર કરારો દ્વારા સર્જાયેલી તકો ઝડપી લેવા અને ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા પર વૈશ્વિક માપદંડો પૂર્ણ કરતી વખતે ભારતીય ઉત્પાદનોને વિશ્વ બજારોમાં લઈ જવા વિનંતી કરી.
  3. વર્ક કલ્ચર બદલો અને ભારતના લક્ષ્યોના વ્યાપ સાથે મેળ બેસાડો: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સદીની આગામી પચીસ વર્ષની અવધિ (પા સદી) ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને દેશ ન તો રોકાઈ શકે છે ન તો તેની ગતિ ધીમી પડવા દેઈ શકે છે. તેમણે દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને કામની ગતિ બદલવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે અગાઉના પાંચસાત દાયકામાં જે કામો પૂર્ણ થયા નથી તે આવનારા પાંચસાત વર્ષમાં પૂર્ણ કરવા પડશે.
  4. નશા મુક્ત ભારત દરેક પરિવારે જોડાવું જ જોઈએ: નશીલા દ્રવ્યોના સેવનને ભારતના યુવાનો સામેના એક મોટા પડકાર તરીકે વર્ણવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નશા મુક્ત ભારત એક સામુહિક જવાબદારી બનવી જોઈએ. MY ભારત સ્વયંસેવકો, NGO, સામાજિકસાંસ્કૃતિક સંસ્થાઓ અને આધ્યાત્મિક નેતાઓને આવરી લેતા 100-અઠવાડિયાના નશા મુક્ત ભારત અભિયાનનો ઉલ્લેખ કરીને, તેમણે દરેક પરિવારને અભિયાનનો ભાગ બનવા અને નશા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
  5. મહિલા અનામતનો અમલ કરો: પ્રધાનમંત્રીએ તમામ રાજકીય પક્ષોને મહિલા અનામતના અમલીકરણ માટે એકસાથે આવવા સીધી અપીલ કરી હતી. નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા, તેમણે રાજકીય પક્ષોને વહેલી તકે સુનિશ્ચિત કરવા વિનંતી કરી કે મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા પ્રતિનિધિત્વ મળે અને તેઓ ભારતની નીતિઓને ઘડવામાં યોગદાન આપવા સક્ષમ બને.
  6. યુવાનો વસ્તી ગણતરીમાં ભાગીદારીનું નેતૃત્વ કરે: નીતિઓ, યોજનાઓ અને દેશના ભવિષ્યના આયોજન માટે સચોટ માહિતી આવશ્યક છે તે વાત પર ભાર મુકતા પ્રધાનમંત્રીએ યુવાનોને તેમના પરિવારને ચાલી રહેલી વસ્તી ગણતરીમાં સચોટ રીતે ભાગ લેવામાં મદદ કરવા માટે નેતૃત્વ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે યુવાનોને તેમના પરિવાર સાથે બેસવા, ફોર્મને સમજવા, દાખલ કરવામાં આવેલી માહિતી સાચી છે તે સુનિશ્ચિત કરવા અને વસ્તી ગણતરીની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવાનો આગ્રહ કર્યો.
  7. નેશન એબોવ સેલ્ફ (રાષ્ટ્ર સર્વોપરી); ઓળખ તરીકે કર્તવ્ય: પંચ પ્રાણને યાદ કરતા પ્રધાનમંત્રીએ નાગરિકોને ગુલામીની માનસિકતાને દૂર કરવાનું ચાલુ રાખવા આહ્વાન કર્યું હતું અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો કે રાષ્ટ્રનું હિત સ્વથી ઉપર હોવું જોઈએ અને કર્તવ્ય આપણી ઓળખ બનવું જોઈએ.
  8. સ્વપ્નોને સંકલ્પમાં અને સંકલ્પને સફળતામાં બદલો: વિકસિત ભારત તરફ સામુહિક રાષ્ટ્રીય પ્રયાસ માટેના આહ્વાન સાથે સમાપન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સમય, તક અને સંકલ્પ ભારતનો છે. તેમણે નાગરિકોને સ્વપ્નોને સંકલ્પમાં, સંકલ્પને શક્તિમાં અને શક્તિને સફળતામાં ફેરવવા, દરેક પગલાને વિકાસ તરફનું પગલું બનાવવા, સાથે મળીને આગળ વધવા અને સામુહિક રીતે વિકસિત ભારતનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું.

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]