પીએમઇન્ડિયા
મંત્રીમંડળે ભારતીય માનવ અંતરિક્ષ વિમાન પહેલઃ ગગનયાન કાર્યક્રમને મંજૂરી આપી
બે માનવરહિત અને એક માનવચાલિત વિમાનની યોજના
40 મહિનાઓમાં પ્રથમ માનવચાલિત વિમાન
પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 9023 કરોડનો ખર્ચ થશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભ્રમણકક્ષાની એક પરિક્રમાથી મહત્તમ સાત દિવસોનાં મિશનનાં ગાળામાં ભૂ-કેન્દ્રિત કક્ષામાં ભારતીય માનવ અંતરિક્ષ વિમાનક્ષમતા ધરાવતાં ગગનયાન કાર્યક્રમને પોતાની મંજૂરી આપી દીધી છે. માનવ નિર્ધારિત જીએસએલવી એમકે-IIIનો ઉપયોગ કક્ષા મોડ્યુલને લઈ જવામાં થશે. આ મોડ્યુલમાં મિશનનાં સમયગાળા માટે ત્રણ ક્રૂ સભ્યો માટે જરૂરી જોગવાઈ કરવામાં આવશે. આ ત્રણ સભ્યોને તાલીમ આપવા મૂળભૂત જરૂરી માળખું, વિમાન સિસ્ટમની પ્રાપ્તિ અને મૂળભૂત માળખું તૈયાર કરીને ગગનયાન કાર્યક્રમને સમર્થન આપવામાં આવશે. ઇસરો રાષ્ટ્રીય એજન્સીઓ, પ્રયોગશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ક્ષેત્રની સાથે વ્યાપક સહયોગ કરીને ગગનયાન કાર્યક્રમનાં ઉદ્દેશોને સાર્થક બનાવશે.
ખર્ચઃ
ગગનયાન કાર્યક્રમ માટે કુલ રૂ. 10,000 કરોડની અંદર જરૂર છે અને એમાં ટેકનોલોજી વિકસાવવા માટેનો ખર્ચ, વિમાન હાર્ડવેર પ્રાપ્તિ અને મૂળભૂત માળખાકીય પાસાં સામેલ છે. બે માનવરહિત વિમાન અને એક માનવચાલિત વિમાન ગગનયાન કાર્યક્રમનાં ભાગ સ્વરૂપે ચલાવવામાં આવશે.
લાભ :
વ્યૂહરચના અને લક્ષ્યાંકોનો અમલ
ગગનયાન કાર્યક્રમ ઇસરો સાથે અન્ય હિતધારકો, ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ વચ્ચે સહયોગમાં રાષ્ટ્રીય પ્રયાસ હશે. ઇસરો ઉદ્યોગનાં માધ્યમથી વિમાન હાર્ડવેર પ્રાપ્તિ માટે જવાબદાર હશે. રાષ્ટ્રીય સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને શિક્ષણ જગતની ભાગીદારી કર્મચારીઓને તાલીમ, માનવજીવનનું વિજ્ઞાન, ટેકનોલોજી વિકાસની પહેલોનીસાથે ડિઝાઇન સમીક્ષામાં થશે. સ્વીકૃતિની તારીખથી 40 મહિનાની અંદર પ્રથમ માનવચાલિત વિમાન પ્રદર્શનનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. આ અગાઉ બે માનવરહિત વિમાન મોકલવામાં આવશે, જેથી ટેકનોલોજી અને મિશન મેનેજમેન્ટ પાસાઓમાં વિશ્વાસ વધારી શકાશે.
અસર:
પૃષ્ઠભૂમિ:
ઇસરોને લોંચ વ્હિકલ જીએસએલવી એમકે- IIIનું વિકાસ કાર્ય પૂર્ણ કરી લીધું છે. એમાં પૃથ્વી કેન્દ્રિત કક્ષામાં ત્રણ સભ્ય મોડ્યુલ લોંચ કરવા જરૂરી વજન ક્ષમતા છે. ઇસરોએ માનવરહિત અંતરિક્ષ વિમાન માટે આવશ્યક ટેકનોલોજી સંપન્ન ક્રૂ સ્કેપ સિસ્ટમનું પરીક્ષણ પણ કરી લીધું છે. જીએસએલવી એમકે-IIIX મિશન વિમાનનાં ભાગ સ્લરૂપે ક્રૂ મોડ્યુલનું એરોડાયનેમિક ડ્રોઇંગ પૂર્ણ કરી લીધું છે. જીવન સમર્થન વ્યવસ્થા અને અંતરિક્ષ પોષાક પ્રાપ્ત થઈ ગયો છે તેમજ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પેસ કેપ્સૂલ રિ-એન્ટ્રી એક્સપેરિમેન્ટ (એસઆરઈ) મિશનમાં કક્ષીય અને પુનઃપ્રવેશ મિશન અને પુનઃપ્રાપ્તિ સંચાલનને દર્શાવવામાં આવ્યું છે. ઇસરોએ માનવ અંતરિક્ષ વિમાન માટે મહત્તમ જરૂરી મૂળભૂત ટેકનોલોજીનો વિકાસ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે પણ માનવચાલિત અંતરિક્ષયાનનું પ્રક્ષેપણ કરવામાં રસ દાખવવામાં આવ્યો છે.
RP