
આજે ભારત અને જાપાનનાં વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચેના સંવાદ (2+2)ની પહેલી બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ ઓક્ટોબર, 2018માં જાપાનમાં આયોજિત 13મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા વિદેશ અને સંરક્ષણ મંત્રીસ્તરીય સંવાદ યોજવા માટે નિર્ણય લીધો હતો, જેના સંબંધમાં આ બેઠક યોજાઈ હતી.
2+2 સંવાદ માટે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ જયશંકરે કર્યું હતું અને જાપાનીઝ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગી અને સંરક્ષણ મંત્રી શ્રી તારો કોનોએ કર્યું હતું.
2+2 બેઠક બંને પક્ષોને ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ અને સલામતીનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે સ્થિતિની સમીક્ષા કરવા અને આદાન-પ્રદાનને સમજવા માટેની તક પ્રદાન કરે છે, જેનાથી ‘ભારત-જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી’ વધારે મજબૂત થશે.
બંને પક્ષોએ ભારત-પ્રશાંત વિસ્તારમાં સ્થિતિ પર સમીક્ષાનું આદાન-પ્રદાન કર્યું હતું તથા બંને દેશો અને ભારત-પ્રશાંત વિસ્તારના લોકોના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના સહિયારા ઉદ્દેશને હાંસલ કરવા માટે ભારતની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ અને જાપાનનાં ‘ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક વિઝન’ અંતર્ગત પ્રયાસો વિશે જાણકારી આપી હતી.
RP
Had a wonderful interaction with Mr. Toshimitsu Motegi, Minister for Foreign Affairs and Mr. Taro Kono, Minister of Defence of Japan.
— Narendra Modi (@narendramodi) November 30, 2019
We had extensive discussions on ways to boost India-Japan cooperation. https://t.co/nUTZqtVkY8