પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભોપાલ મેટ્રો રેલ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત કરોંદ સર્કલથી એઈમ્સ સુધી અને ભદભદા ચોક સુધી બે રેલ કોરિડોર બનાવવામાં આવશે, જેની કુલ લંબાઈ 27.87 કિલોમીટર હશે. તેમાં કરોન્દ સર્કલથી એઈમ્સ કોરિડોર 14.99 કિલોમીટર અને ભદભદા ચોકથી રત્નાગિરી તિરાહા કોરિડોરની લંબાઈ 12.88 કિલોમીટરનો હશે. આ કોરિડોર ભોપાલનાં મુખ્ય વિસ્તારોને જોડશે.
વિગતઃ
લાભઃ
ભોપાલ મેટ્રો રેલ યોજનાથી ભોપાલની 23 લાખની વસતિ ધરાવતાં વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ મળશે. યોજના અંતર્ગત આકાર લેનાર બંને રેલવે કોરિડોર મલ્ટિ-મોડલ હશે, જે રેલવે સ્ટેશનો સાથે જોડાયેલા હશે. આ મેટ્રો રેલવે સ્ટેશનો માટે ફીડર બસ સેવા નેટવર્ક ઉપલબ્ધ થશે. આ મેટ્રો રેલ યોજના પ્રવાસી પાસેથી ભાડાં ઉપરાંત જાહેરાતો અને વીએસએફ મારફતે પણ આવક કરશે.
કરાન્દેથી એઈમ્સ વચ્ચેની મેટ્રો રેલવે લાઇન શહેરનાં મધ્ય ભાગમાંથી પસાર થઈ ગીચ વસતિ ધરાવતાં વિસ્તારોને બસ સ્ટેશન, રેલવે સ્ટેશનો અને એઈમ્સ સાથે જોડશે. ભદભદાથી રત્નાગિરી વચ્ચે આકાર લેનાર રેલવે લાઇન ભોપાલની પાસે નિર્માણાધીન સ્માર્ટ શહેરનાં વિસ્તારોને બીએફઆઈઈએલ અને એની આસપાસનાં ઔદ્યોગિક ક્ષેત્રો સાથે જોડશે. આ મેટ્રો રેલવે યોજના પર્યાવરણ અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવશે.
યોજનાની પ્રગતિઃ
RP