Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ભૂસ્તરશાસ્ત્ર, ખાણકામ અને ખનિજ સંસાધનો માટેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ભૂસ્તરશાસ્ત્ર, ખાણકામ અને ખનીજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપવમાં આવી છે. આ એમઓયુ પર ઝિમ્બાબ્વેનાં હરારેમાં 3 નવેમ્બર, 2018નાં રોજ હસ્તાક્ષર થયા હતાં.

એમઓયુની ખાસિયતોઃ

એમઓયુનો ઉદ્દેશ સંસાધનોની માહિતીનું આદાન-પ્રદાન કરવાનો, કાયદા અને નીતિનું આદાન-પ્રદાન કરવાનો, વિકાસલક્ષી વ્યૂહરચનાઓ પર દ્રષ્ટિઓનું આદાન-પ્રદાન કરવા સેમિનારોનું આયોજન કરવાનો, વિવિધ પક્ષો વચ્ચે ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવા માટે પ્રોત્સાહન આપવાનો, મૂલ્ય સંવર્ધન અને તકોને પ્રોત્સાહન આપવાનો, ખાણ ક્ષેત્રમાં રોકાણ કરવાનો છે. આ જોગવાઈઓ દસ્તાવેજીકરણ, પ્રસાર જેવી કામગીરીઓ હાથ ધરવા સક્ષમ બનાવશે તેમજ નવીનતાનો ઉદ્દેશ પાર પાડશે.

લાભ:

આ સમજૂતી કરાર ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સંસ્થાગત વ્યવસ્થા પ્રદાન કરશે.

RP