પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભારત-બાંગ્લાદેશની સરહદ પર સરહદ હાટ સ્થાપિત કરવા માટે થયેલા સંશોધિત સમજૂતીકરાર (એમઓયુ) અને કામગીરીની પદ્ધતિ (એમઓડી)ને મંજૂરી આપવામાં આવી હતી.
સરહદ હાટનો ઉદ્દેશ બંને દેશોની સરહદો પર સ્થાનિક બજારો મારફતે સ્થાનિક ઉત્પાદનના માર્કેટિંગની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલા સમાજના વંચિત વર્ગોની આર્થિક સુખાકારી સુધારવા માટે મદદરૂપ છે.
અત્યારે ચાર સરહદ હાટ કાર્યરત છે, જેમાં બે-બે મેઘાલય અને ત્રિપુરામાં છે, જેની સ્થાપના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 23 ઓક્ટોબર, 2010ના રોજ સરહદી હાટના એમઓયુ અને કામગીરીની પદ્ધતિ હેઠળ સ્થાપના થઈ હતી અને કાર્યરત થયા હતા. તેના પરિણામે સરહદ હાટના કામગીરીની પદ્ધતિના પરિશિષ્ટ પર 15 મે, 2012ના રોજ હસ્તાક્ષર પણ થયા હતા. સરહદી હાટના સંશોધિત એમઓયુ અને કામગીરીની પદ્ધતિ વધારાના સરહદી હાટની સ્થાપના અને કામગીરી માટે કાયદેસર માળખું પૂરું પાડશે.
TR