પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક રોચક ફાઇનલમાં ભવ્ય ગોલ્ડ મેડલ જીતવા બદલ મહિલા કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટીમે અદ્ભુત હિંમત, સંયમ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતને આપણા કબડ્ડી ચેમ્પિયનો પર ગર્વ છે અને ખેલાડીઓને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે તેમની શુભકામનાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“કેવી રોચક ફાઇનલ અને મહિલા કબડ્ડી ટીમ માટે કેવો ભવ્ય ગોલ્ડ!
આપણા ખેલાડીઓને અભિનંદન. ટીમે અદ્ભુત હિંમત, સંયમ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. ભારતને આપણા કબડ્ડી ચેમ્પિયનો પર ગર્વ છે. ભવિષ્યમાં આવી વધુ સફળતાઓ માટે શુભકામનાઓ: PM @narendramodi”
What a thrilling final and a magnificent Gold for the Women’s Kabaddi Team! Congratulations to our players. The team has displayed remarkable courage, composure and teamwork. India is proud of our Kabaddi champions. Best wishes for many more successes ahead: PM @narendramodi pic.twitter.com/Z32N5FjpDr
— PMO India (@PMOIndia) September 26, 2026
SM/DK/JD