Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખ અને ઈજાગ્રસ્તોને Rs. 50,000 ની સહાય (એક્સ-ગ્રેશિયા) જાહેર કરી હતી.

PMO India ના હેન્ડલ પર X પરની પોસ્ટમાં જણાવાયું છે કે:

મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના.

પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને Rs. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

SM/IJ/GP/JD