Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સર્બિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

સર્બિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે AI ઇમ્પેક્ટ સમિટના  અવસર પર સર્બિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર વુસિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીએ AI ઇમ્પેક્ટ સમિટમાં સહભાગી થવા બદલ રાષ્ટ્રપતિ વુસિકનો આભાર માન્યો હતો. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ વુસિકની 2017 માં ભારતની છેલ્લી મુલાકાત અને નવેમ્બર 2023 માં વર્ચ્યુઅલી આયોજિત 2 જી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં તેમની સહભાગિતાને પણ યાદ કરી હતી.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, AI, ફિનટેક, શિક્ષણ, કૃષિ અને લોકો વચ્ચેના આદાનપ્રદાનમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા હતા. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય મંચોમાં એકબીજાના સમર્થનની પ્રશંસા કરી હતી.

SM/DK/GP/JD