પીએમઇન્ડિયા
કેમ છો બધા મજામાં. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવ, ઊર્જાવાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના મંત્રીગણ, સાંસદો અને ધારાસભ્યો, સીજી પાવરના ચેરમેન વેલ્લાયન સુબૈયાજી, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સના પ્રેસિડેન્ટ માલિનીજી, સીજી સેમીના ચેરમેન ગિરીશજી, અહીં ઉપસ્થિત અન્ય તમામ ઇન્ડસ્ટ્રી લીડર્સ, દેવીઓ અને સજ્જનો!
આજનો આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે ભારત જે નક્કી કરી લે છે, તે કરીને જ બતાવે છે. 5 વર્ષ પહેલા ભારતે સંકલ્પ લીધો હતો કે દેશને સેમિકન્ડક્ટર હબ બનાવીશું. આપણે ડિઝાઇન ઈન ઇન્ડિયા, મેક ઈન ઈન્ડિયા ના મંત્રને લઈને આગળ વધ્યા. અને આજે દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પણ ચિપ પેકેજિંગનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ રહ્યું છે.
સાથીઓ, 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર મને મળ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું, અને આજે, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર, ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. સુબૈયા જી જેવા લોકોના નેતૃત્વનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. એક રીતે એવું લાગે છે કે આ પરિસરમાં એક મિની ઇન્ડિયા વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાન-પાનના લોકો અહીં છે. એટલે કે એક અલગ જ પ્રકારનો માહોલ મેં અનુભવ્યો. પ્રદર્શનની મુલાકાત (Exhibition Visit) દરમિયાન પણ, મેં કેટલાય દીકરા-દીકરીઓ સાથે વાતચીત કરી. અને એક વાત જેનો હું બહુ ગર્વથી ઉલ્લેખ કરવા માંગીશ, આ બાળકોનું કોન્ફિડન્સ લેવલ (આત્મવિશ્વાસનું સ્તર). જે આત્મવિશ્વાસથી તેઓ વાતો કરી રહ્યા હતા, ટેકનોલોજીના સંદર્ભમાં જે તેમનો કહેવાનો વિશ્વાસ હતો, તેનાથી ઓછામાં ઓછું હું તો ઇમ્પ્રેસ થઈ ગયો.
સાથીઓ, સીજી સેમીનો આ પ્લાન્ટ, ભારત, જાપાન અને થાઇલેન્ડના અમારા ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સના સહિયારા પ્રયાસોનું પણ પ્રતીક છે. આ માત્ર એક બિઝનેસ વેન્ચર નથી, આ ટેકનોલોજી, ભરોસા અને ભાગીદારીનું એવું મોડેલ છે, જે ભારતની સેમિકન્ડક્ટર જર્નીને નવી ગતિ આપવાનું છે. વિતેલા સવા બે વર્ષમાં, આપ સૌએ સ્ક્રેચથી સ્કેલ સુધી, આ આખી ફેસિલિટીને આકાર આપ્યો છે. આજે આપણે આના કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત કરી રહ્યા છીએ. મને જણાવવામાં આવ્યું છે કે અત્યારે અહીંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સ નીકળશે. 20 કરોડ, તમને લાગતું હશે કે મોદીજીએ ભૂલ કરી દીધી, 20 લાખને 20 કરોડ બોલી દીધા, એટલા માટે તાળી વગાડવામાં મોડું થઈ ગયું, 20 કરોડ. અને મને જણાવવામાં આવ્યું છે કે આપ સૌ અહીં જ અટકવાના નથી. આપે દર વર્ષે 500 કરોડ ચિપ્સનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલે કે દરરોજ દોઢ કરોડથી વધુ. મારો પાકો વિશ્વાસ છે કે આપ તેને બહુ જ ટૂંક સમયમાં હાંસલ કરીને જ રહેશો. આ ભરોસો એ વાતનો પણ છે કે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ઝડપી ગતિ પકડી રહ્યો છે, સ્ટેપ બાય સ્ટેપ,બ્રિક્સ બાય બ્રિક્સ અને હવે ચિપ બાય ચિપ. હું, સીજી સેમીની આખી ટીમને, રાજ્ય સરકારને અને સમગ્ર દેશને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, મને જરા આ વાતનો થોડો આનંદ વધારે છે, તમને લાગતું હશે કે એવું તો શું થઈ ગયું કે મોદીજીને જરા આનંદ વધારે છે, તેનું કારણ એ છે કે 20 વર્ષ પહેલા, કદાચ તેનાથી પણ પહેલા મેં ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવા માટે આખી યોજના બનાવી હતી, ગાંધીનગર અને પ્રાંતિજ પાસે સાડા ત્રણસો, ચારસો એકર જમીન નક્કી કરી લીધી હતી, કેટલીક કંપનીઓ સાથે વાતચીત પણ કરી હતી, ભારત સરકાર પણ તે સમયે મોટા-મોટા નિવેદનો આપી રહી હતી, તો કેટલીક કંપનીઓ વાતચીત કરવા માટે આવતી પણ હતી, પરંતુ ખબર નહીં ભારત સરકારને તે સમયે શું થઈ ગયું, કે તેમના પગમાં બેડીઓ લાગી ગઈ, અને વાત આગળ ન વધી. આજે જ્યારે હું આ જોઉં છું તો મારો 20-22 વર્ષ જૂનો એ સપનો, અને તે સમયે દેશમાં આ વિષયોની ચર્ચા કોઈ કરતું નહોતું, અને હું જ્યારે કરતો હતો ત્યારે મીડિયાવાળા મારી મજાક ઉડાવતા હતા. તે સમયે ન થઈ શક્યું, પરંતુ આજે જ્યારે થઈ રહ્યું છે ત્યારે સૌથી વધુ ખુશી હું મારી અંદર અનુભવી રહ્યો છું. આપ જુઓ, હમણાં થોડા અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા. મને આશ્ચર્ય છે કે મીડિયાએ જેટલું તેના પર ધ્યાન આપવું જોઈતું હતું એટલું આપ્યું નહીં. ભારતમાં બનેલું C295 વિમાન વડોદરામાં બન્યું અને હવામાં ઉડાન પણ ભરી. એક જમાનો હતો સાયકલ બનાવનાર પણ કોઈ આવી જાય ને તો આપણે મીઠાઈ વહેંચતા હતા દોસ્તો, આજે હવાઈ જહાજ બનાવનારા આવી રહ્યા છે.
સાથીઓ, આપ સૌ જાણકાર લોકો અહીં બેઠા છો, હું જોઈ રહ્યો છું, બહુ બધા યુવા સાથીઓ પણ અહીં ઉપસ્થિત છે, આપણે જો દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસને જોઈશું, તો એક વાત સ્પષ્ટ થાય છે. દુનિયાની કોઈ પણ ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ પાવર, કોઈ એક એકલી ફેક્ટરીથી નથી બની. ઇન્ડસ્ટ્રિયલ પાવરનો પાયો ક્લસ્ટર્સ હોય છે. અમેરિકાની સિલિકોન વેલી, તાઇવાનનું શિન-ચુ સાયન્સ પાર્ક, જાપાનનું સિલિકોન આઇલેન્ડ, સુકુબા સાયન્સ સિટી, આ બધું ક્લસ્ટરના મહત્વને દર્શાવે છે. આજે સાણંદ પણ તે જ દિશામાં પોતાના કદમ વધારી રહ્યું છે.
સાથીઓ, ગણતરીના મહિનાઓમાં જ અહીં માઇક્રોન, કેયાન્સ અને સીજી સેમીએ પ્રોડક્શન શરૂ કરી દીધું. એટલે કે દેશમાં એક સેમીકન્ડક્ટર ક્લસ્ટર જન્મ લઈ રહ્યું છે. અને આજે અહીં ચિપ્સનું પેકેજિંગ થઈ રહ્યું છે. કાલે અહીં વિશેષ કંપનીઓ આવશે, કેમિકલ્સનું ઉત્પાદન થશે, નવી ટેસ્ટિંગ લેબ્સ બનશે, મશીનોની સર્વિસ કરનારા ઉદ્યોગો આવશે, ડિઝાઇન સેન્ટર્સ ખુલશે, અને પછી અહીંથી નવા સ્ટાર્ટઅપ્સ પણ નીકળશે. આ જ ક્લસ્ટરની તાકાત હોય છે. એક ઉદ્યોગ, સેંકડો ઉદ્યોગોને જન્મ આપે છે. સેંકડો ઉદ્યોગો, લાખો રોજગાર પેદા કરે છે. અને આ લાખો રોજગાર, સમગ્ર ક્ષેત્રની અર્થવ્યવસ્થા બદલી નાખે છે. અને આ માત્ર સાણંદમાં જ નથી થઈ રહ્યું, દેશના અનેક રાજ્યોમાં પણ સેમિકન્ડક્ટરના ક્લસ્ટર બની રહ્યા છે.
સાથીઓ, આજે ભારતમાં સેમિકન્ડક્ટર સેક્ટરના આ ઉભારથી બધા ઉત્સાહિત છે. દેશ-દુનિયામાં આની ચર્ચા થઈ રહી છે. મોટેભાગે લોકો આને આઇસોલેશનમાં (અલગથી) જુએ છે. પરંતુ એવું નથી. ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિસ્તાર અચાનક નથી થયો. આ વિતેલા એક દાયકામાં, ભારતમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે.
સાથીઓ, આપણે શરૂઆત મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગથી કરી. એક સમય હતો જ્યારે ભારત પોતાની જરૂરિયાતનો પણ મોટાભાગનો સ્માર્ટ ફોન, મહત્તમ સ્માર્ટ ફોન, આપણે વિદેશથી જ મંગાવતા હતા. અને આજે ભારતમાં મોબાઇલ ફોન પ્રોડક્શન પહેલાની સરખામણીએ 33 ગણું વધારે થયું છે. આજે ભારત એટલે કે જે 2014 પહેલા મોબાઇલ ફોન બહારથી લાવતું હતું, આપે મને જ્યારે ગુજરાતથી દિલ્હી મોકલ્યો, તો ભારત મોબાઇલ દુનિયામાં મોકલી રહ્યું છે. આજે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઇલ મેન્યુફેક્ચરર છે, અને બીજું સૌથી મોટું મોબાઇલ exporter (નિકાસકાર) પણ છે.
સાથીઓ, વિતેલા વર્ષોમાં આપણે આખી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરી છે. આજે ભારતનું ટોટલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શન 2014ની સરખામણીએ, આશરે સાત ગણું વધી ચૂક્યું છે. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ આશરે અગિયાર ગણું વધી ચૂક્યું છે.
સાથીઓ, આપણો પ્રયાસ, માત્ર ફાઇનલ પ્રોડક્ટમાં આત્મનિર્ભરતા સુધી સીમિત નથી. આપણો પ્રયાસ, કમ્પોનન્ટ્સમાં પણ આત્મનિર્ભરતા તરફ છે. અને એટલા માટે હવે ભારતનું આગામી કદમ ઉઠી રહ્યું છે. આપણે માત્ર મોબાઇલ નહીં બનાવીએ, આપણે માત્ર ઇલેક્ટ્રોનિક્સ નહીં બનાવીએ, આપણે એ ચિપ્સનું નિર્માણ પણ કરીશું, જેનાથી ઇલેક્ટ્રોનિક્સની આખી દુનિયા ચાલે છે. અને આ જ અમારી વ્યૂહરચના છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમીકન્ડક્ટર, એટલે કે ઇલેક્ટ્રોનિક્સની આખી વેલ્યુ ચેઈન ભારતમાં હશે. આ જ વિકસિત ભારતનો રોડમેપ છે, આ જ મેક ઈન ઈન્ડિયાનો આગામી તબક્કો છે.
સાથીઓ, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું બીજુ સ્ટેપ છે, ક્રિટિકલ મિનરલ્સ અને હાઇ-ટેક મટીરિયલ્સમાં આત્મનિર્ભરતા, અને હમણાં સુબૈયા જી વચ્ચે-વચ્ચે ગુજરાતી પણ બોલતા હતા, તેમણે ગુજરાતી કહેવત સંભળાવી, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, અને એટલા માટે મારો પણ એવો જ સ્વભાવ છે, હું લક્ષ્ય નાના નથી રાખતો, હું વિચાર નાનો નથી રાખતો, જો સ્ટેચ્યુ પણ બનાવું છું તો દુનિયામાં સૌથી મોટું બનાવીને મૂકી દઉં છું. અને જેવું સુબૈયા જીએ કહ્યું, સાંભળો છો ને વિનોદ કામ બોલે છે. આ જે પ્રોગ્રેસ દેખાઈ રહી છે, આ જે અચીવમેન્ટ દેખાઈ રહ્યા છે, આની સાથે જોડાયેલી સપ્લાય ચેનને મજબૂત કરવી, એ પણ અમારું લક્ષ્ય છે. આજે ભારત આ જ દિશામાં વ્યાપક પ્રયાસો કરી રહ્યું છે. અમારું લક્ષ્ય છે કે ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીની આખી ઇકોસિસ્ટમ ભારતમાં જ વિકસિત થાય. અને ભારત ચિપ તો બનાવશે જ, ભારતનો યુવા મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ પર, AI, રોબોટિક્સ અને નેક્સ્ટ જેન ટેક ક્રાંતિને પણ ગતિ આપશે. મને ભારતની યુવાશક્તિ પર, ભારતના યુવા ટેલેન્ટ પર અતૂટ વિશ્વાસ છે. મારા દેશની યુવા શક્તિ અને તેમના સામર્થ્ય પર મારો પૂરો ભરોસો છે.
સાથીઓ, હું આ અવસરે દેશની યુવાશક્તિને એક વાત જરૂર કહેવા માંગુ છું. જ્યારે પણ દુનિયામાં કોઈ નવી ઔદ્યોગિક ક્રાંતિ આવે છે, તો સૌથી વધુ તકો યુવાનો માટે પેદા થાય છે. એક સમયે આઈટી (IT) ક્રાંતિ આવી, તો તેમાં લાખો ભારતીય યુવાનોને પોતાનું સામર્થ્ય બતાવવાનો મોકો મળ્યો. પછી સ્માર્ટ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો દોર આવ્યો. તેનાથી પણ લાખો યુવાનોને નવી તકો મળી. આ જે સેમીકન્ડક્ટર રેવલ્યુશન અને AI રેવલ્યુશનનો દોર છે, આ પણ અસંખ્ય નવી તકો લઈને આવી રહ્યો છે. રિસર્ચ અને ડિઝાઇનથી લઈને, સ્ટાર્ટઅપ ઈનોવેશન અને સપ્લાય ચેન મેનેજમેન્ટ સુધી, અનેક તકો છે.
સાથીઓ, જરૂર નવી સ્કિલ્સની છે, નવા Ideas ની છે. હવે માયને એ રાખે છે કે તમારી પાસે નવો Idea છે કે નહીં? તમારી પાસે કંઈક નવું શીખવાનો, નવું કરવાનો જઝબો છે કે નહીં? હું આજે આ દીકરીઓને મળ્યો, ઝારખંડ, બાલાઘાટ, મધ્યપ્રદેશ, કોઈ કેરળથી, કોઈ છત્તીસગઢથી અને ‘જય જોહાર’ થી જ અમારી વાત શરૂ થઈ. કારણ કે હું એ ક્ષેત્રમાં રહ્યો છું એટલે મને ખબર છે. એ દીકરીઓએ જે ઝડપથી વસ્તુઓને શીખી છે, અને જે રીતે તેઓ વસ્તુઓને ત્યાં કન્ડક્ટ કરી રહી હતી, ગર્વ થાય છે મારા દેશની યુવા શક્તિ પર.
સાથીઓ, આવનારા સમયમાં AI તમારી સામે નવી સ્કિલ્સ, નવી એક્સપર્ટાઇઝનો આખો સંસાર ખોલી દેવાની છે. એટલા માટે, ભારતના યુવાનોએ હવે આ અવસર ગુમાવવાનો નથી. અને હું નવજુવાનો તમને કહું છું- આઇડિયા તમારો, સાથ મારો.
સાથીઓ, આ ફેસિલિટી, આ પ્રોજેક્ટ પણ એ વાતનો પુરાવો છે, કે ભારતના યુવાનો કેવી રીતે નવી સંભાવનાઓ સાથે જોડાઈ રહ્યા છે. અહીં કામ કરનારી બહેનો-દીકરીઓ, જેમ મેં કહ્યું ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જેવા ટ્રાઇબલ બેલ્ટમાંથી આવેલી દીકરીઓ છે. એ દીકરીઓએ જ્યારે મને ફેક્ટરી બતાવી, અને મોટા જોશ અને ઉત્સાહ સાથે, એક-એક વસ્તુ વિશે વિગતવાર મને જણાવી રહી હતી. સામાન્ય પરિવાર, સામાન્ય સ્કૂલ, આઈ ટી આઈ નો અભ્યાસ, આપણા ત્યાં તો આઇટીઆઇમાં કોઈ દાખલ થાય તો માતા-પિતા કોઈને કહેતા નથી, કે આઇટીઆઇમાં ભણે છે, શરમ આવે છે. હવે વખત બદલાઈ ચૂક્યો છે, આઇટીઆઇ વાળાનો જમાનો છે. અભ્યાસ ભલે આઇટીઆઇમાં થયો હોય, આમના સપના અસાધારણ છે. આમાંથી કેટલીય દીકરીઓના પરિવારમાં ક્યારેય કોઈએ પાસપોર્ટ સુધી બનાવડાવ્યો નહોતો, જોયો પણ નહોતો. આમાંથી કેટલીય દીકરીઓએ તો દિલ્હી-મુંબઈ જોયું નહોતું, વિદેશ જવાની તો વાત જ છોડી દો. પરંતુ એ જ દીકરીઓ ટ્રેનિંગ માટે મલેશિયા ગઈ, દુનિયાની સૌથી આધુનિક સેમિકન્ડક્ટર ટેકનિક શીખી, અને આજે આ બધી મેડ ઇન ઇન્ડિયા ચિપ નિર્માણ પ્રક્રિયાનો હિસ્સો છે. મને યાદ છે, જ્યારે સુબૈયા જીએ મને એકવાર દિલ્હીમાં એક વીડિયો બતાવ્યો હતો, ત્રણ મિનિટનો વીડિયો હતો, આ દીકરીઓના જીવન પર હતો કે તેઓ જંગલોમાં કેવી રીતે રહેતી હતી, ખાટલા પર બેસીને કેવી રીતે ભણતી હતી અને પછી એરપોર્ટ પર પોતાના ચેકઅપ માટે ઊભી છે અને જઈ રહી છે તેઓ ક્લિયરન્સ કરીને મલેશિયા માટે. તો મેં તરત જ તેમને કહ્યું હતું, કે હું બને એટલો જલ્દી જ્યારે પણ ગુજરાત આવીશ, તો ગવર્નર હાઉસમાં આ દીકરીઓને બોલાવીને એમની સાથે વાતચીત કરીશ, એ તો હું ન કરી શક્યો, પરંતુ આજે મને એ અવસર મળી ગયો, થૅન્ક યૂ સુબૈયા જી. હું આ તમામ દીકરીઓને, તેમના પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આજનો આ અવસર, એ વાતનો પણ પુરાવો છે કે ભારતને વિકસિત બનાવવા માટે આપણે કેટલા અધીરા છીએ. આ વર્ષની શરૂઆતમાં, મેં કહ્યું હતું કે વર્ષ 2026માં ચાર સેમિકન્ડક્ટર ફેસિલિટીઝ શરૂ થઈ જશે. અને આજે મારા મંત્રીએ કહી દીધું કે ના 4 નહીં 5 થઈ જશે. અને મને ખુશી છે કે 6 મહિનામાં ત્રણ પ્રોજેક્ટ્સમાં પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. એટલે કે આજનું ભારત મોટા લક્ષ્યો પણ રાખે છે અને તેમને સમયસર પૂરા પણ કરે છે. ભારત, આ જ ભરોસો આખી દુનિયાને, દરેક ઇન્વેસ્ટરને પણ આપે છે. અમારી નીતિઓમાં સ્થિરતા છે, અમારા નિર્ણયોમાં સ્પષ્ટતા છે, અને અમારા એક્ઝિક્યુશનમાં ગતિ છે. હું સીજી સેમીના મેનેજમેન્ટને, અન્ય ઇન્વેસ્ટર્સને પણ આશ્વસ્ત કરું છું, રિફોર્મ્સનો જે રસ્તો ભારતે પસંદ કર્યો છે, જે રિફોર્મ એક્સપ્રેસ પર આપણે ચાલી નીકળ્યા છીએ, તે વધુ ગતિ પકડશે. આજનું ભારત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે પૂરી રીતે કમિટેડ (પ્રતિબદ્ધ) છે. આ જ કમિટમેન્ટથી જ 140 કરોડ ભારતવાસીઓ, 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવીને જ રહેશે. અને આજે જે 18-20 વર્ષના નવજુવાનો છે ને, આ મોદી એટલા માટે મહેનત કરે છે કે જ્યારે તમે 40-45 વર્ષના થાઓ, જ્યારે તમારા ઘરમાં બાળકો મોટા થઈ રહ્યા હોય, ત્યારે તમે તમારા બાળકોને વિકસિત ભારતમાં મોટા થતા જોઈ શકો, એટલા માટે હું મારી જિંદગી બદલી રહ્યો છું તમારા બાળકોના ભવિષ્ય માટે.
સાથીઓ, આપણે વિકાસના રાહ પર ચાલી નીકળ્યા છીએ, આપણે પ્રગતિની નવી-નવી ઊંચાઈઓને આંબી રહ્યા છીએ અને આમાં સેમિકન્ડક્ટરનું આ ક્ષેત્ર એક બહુ મોટી શક્તિ બનીને નવો વિશ્વાસ પેદા કરી રહ્યું છે. હું આપ સૌને અનેક-અનેક શુભેચ્છાઓ આપું છું. આપ પણ ઊંચા લક્ષ્યો લઈને ચાલો, નિશાન ચૂક થશે તો જોયું જશે, પરંતુ આપણે ચાલી નીકળીએ, આપ સૌને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/JD
A landmark day for India's semiconductor journey. The CG SEMI OSAT facility in Sanand will strengthen the chip manufacturing ecosystem, boost technological self-reliance and enhance India's position in the global semiconductor value chain.
— Narendra Modi (@narendramodi) July 4, 2026
https://t.co/uZA59xO3bs
The Semicon India programme is gathering rapid momentum...
— PMO India (@PMOIndia) July 4, 2026
Step by step.
Brick by brick.
Chip by chip. pic.twitter.com/EaEfWPNT2F
The expansion of the semiconductor industry in India did not happen overnight.
— PMO India (@PMOIndia) July 4, 2026
It is the next step in the electronics revolution that has taken place in India over the past decade. pic.twitter.com/fxQkRpY4W2
First products, then components and now semiconductors... India is building the entire electronics value chain.
— PMO India (@PMOIndia) July 4, 2026
This is the roadmap to Viksit Bharat. This is the next phase of Make in India. pic.twitter.com/aw556v0pmP
Our goal is to build a complete semiconductor ecosystem in India, from chip design to fabrication and packaging. pic.twitter.com/7CiVSTi5oE
— PMO India (@PMOIndia) July 4, 2026
India's youth will power the AI, robotics and next-gen tech revolution with Made in India chips. pic.twitter.com/pM8YJ3fgOx
— PMO India (@PMOIndia) July 4, 2026
It was wonderful being back in Sanand to inaugurate the CG Semi Outsourced Semiconductor Assembly and Test (OSAT) facility. This will add momentum to our efforts in making India a hub for semiconductors and futuristic technologies. pic.twitter.com/UNzMl9pewt
— Narendra Modi (@narendramodi) July 4, 2026
साणंद में शुरू हुआ CG Semi का प्लांट टेक्नोलॉजी, भरोसे और साझेदारी का एक ऐसा मॉडल है, जो भारत की सेमीकंडक्टर जर्नी को नई गति देने वाला है। pic.twitter.com/UDrrCZ47Y7
— Narendra Modi (@narendramodi) July 4, 2026
सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स क्रांति का Next Step है। इसलिए हम मोबाइल और इलेक्ट्रॉनिक्स के साथ-साथ इस पूरी दुनिया को चलाने वाली चिप्स का भी निर्माण करेंगे। pic.twitter.com/8KKPam9VI5
— Narendra Modi (@narendramodi) July 4, 2026
Semiconductor और AI Revolution के इस दौर में अपने युवा साथियों से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/iq57Nv1bgi
— Narendra Modi (@narendramodi) July 4, 2026