પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2002ની રિટ પીટિશન નંબર 668ની સાથે 2002: નેટવર્કિંગ ઓફ રિવર્સની રિટ પીટિશન (સિવિલ) 512ના મુદ્દે 27.2.2012ની તારીખના સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં પૂર્તતામાં નદીઓના “આંતર-જોડાણ માટે વિશેષ સમિતિ”ના સ્ટેટ્સ-કમ-પ્રોગ્રેસ રિપોર્ટ અને રચનાને મંજૂરી અપાઈ છે.
કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી ભારત સરકારના 1980ના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ નદીઓના આંતરજોડાણના પ્રોજેક્ટ્સના નિરીક્ષણમાં મદદ મળશે. નદીઓના આંતરજોડાણ માટે વિશેષ સમિતિનો સ્ટેટ્સ-કમ-પ્રોગ્રેસ રિપોર્ટ મંત્રીમંડળને વર્ષમાં બે વખત માહિતી આપશે, જે શક્ય તેટલી ઝડપથી દેશના હિતમાં ઝડપી અને ઉચિત નિર્ણયો લેવાની સુવિધા આપશે.
JKhunt/TR/GP