Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PMએ નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના એક દાયકા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમના સંબોધનની ઝલક શેર કરી

PMએ નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના એક દાયકા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમના સંબોધનની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના એક દાયકાની ઉજવણીના કાર્યક્રમમાં તેમના સંબોધનની ઝલક શેર કરી હતી.

X પરની પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ લખ્યું:

આજે આપણે #10YearsOfStartupIndia (સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 10 વર્ષ) ની ઉજવણી કરી રહ્યા છીએ.

સ્ટાર્ટઅપ્સની દુનિયામાં, છેલ્લા દાયકામાં એવી અનેક સિદ્ધિઓ જોવા મળી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઇકોસિસ્ટમ કેવી રીતે નવીનતા અને વૃદ્ધિને આગળ ધપાવી રહી છે.”

 

“#10YearsOfStartupIndia એ લાંબા સમયથી ચાલી આવતી માનસિકતા બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જે ગ્રામીણ વિસ્તારોના યુવાનોને પણ તેમના સપના પૂરા કરવા માટે સક્ષમ બનાવે છે.”

 

સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ એક શક્તિશાળી પ્લેટફોર્મ છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે. #10YearsOfStartupIndia”

 

અમારો ધ્યેય એ છે કે આગામી દસ વર્ષમાં, અમે સ્ટાર્ટઅપ્સની દુનિયામાં ચાલી રહેલા વેગને વધુ મજબૂત બનાવીએ જેથી ભારત ઉભરતા વલણો અને ભવિષ્યની ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરે. #10YearsOfStartupIndia”

 

SM/JY/GP/JD