હું 21-23 નવેમ્બર, 2025 દરમિયાન દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકની મુલાકાતે જઈ રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માન. શ્રી સિરિલ રામાફોસા ના આમંત્રણ પર જોહાનેસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે હું ત્યાં જઈ રહ્યો છું.
આ એક ખાસ સમિટ હશે કારણ કે તે આફ્રિકામાં યોજાનારી પહેલી G20 સમિટ હશે. 2023માં ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન, આફ્રિકન યુનિયન G20નું સભ્ય બન્યું હતું.
આ શિખર બેઠક વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અવસર પૂરો પાડશે. આ વર્ષની G20 થીમ “એકતા, સમાનતા અને સ્થિરતા” છે, જેના દ્વારા દક્ષિણ આફ્રિકાએ નવી દિલ્હી, ભારત અને રિયો ડી જોનેરો, બ્રાઝિલમાં અગાઉની સમિટના પરિણામો પર નિર્માણ કર્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય’ ના આપણા દૃષ્ટિકોણને અનુરૂપ, હું શિખર બેઠકમાં ભારતની દ્રષ્ટિ રજૂ કરીશ.
હું ભાગીદાર દેશોના નેતાઓ સાથેની મારી વાતચીત અને છઠ્ઠી IBSA સમિટમાં ભાગ લેવા માટે આતુર છું.
આ મુલાકાત દરમિયાન, હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ કરવા માટે પણ આતુર છું, જે ભારતની બહાર સૌથી મોટા ડાયસ્પોરામાંથી એક છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Will be attending the G20 Summit in Johannesburg, South Africa. This is a particularly special Summit as it is being held in Africa. Various global issues will be discussed there. Will be meeting various world leaders during the Summit. https://t.co/Sn4NFUOzXB
— Narendra Modi (@narendramodi) November 21, 2025