Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિક્કિમના નામચીમાં ટનલ ધસી પડવાથી થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના નામચીમાં નિર્માણાધીન ટનલ ધસી પડવાથી થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. શ્રી મોદીએ જણાવ્યું કે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“સિક્કિમના નામચીમાં નિર્માણાધીન ટનલ તૂટી પડવાથી થયેલા જાનહાનિથી દુઃખી છું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય.

દરેક મૃતકના સગાસંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]