પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતવા બદલ મોહમ્મદ બાસિલ મોર્સિંગાનકાથને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ તેમની શાનદાર દોડ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે આ પ્રદર્શન તેમનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પણ હતું.
શ્રી મોદીએ કહ્યું કે આ સફળતા મોહમ્મદ બાસિલ મોર્સિંગાનકાથની સખત મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા દર્શાવે છે, અને તેમને ભવિષ્યમાં વધુ ઘણી સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;
“મોહમ્મદ બાસિલ મોર્સિંગાનકાથ માટે એક શાનદાર સિલ્વર! અદ્દભૂત દોડ અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન! સફળતા મેળવવા અને આ સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પ્રાપ્ત કરવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની સફળતા તેમની સખત મહેનત અને સમર્પણ દર્શાવે છે. તેઓ આવનારા સમયમાં નવી ઊંચાઈઓ સર કરતા રહે. #CWG2026”
A superb Silver for Mohammed Basil Morssinganakath! What a sprint and display of determination! Congratulations to him for the success and also achieving his Season Best. His success reflects his hard work and focus. May he continue to scale new heights in the times to come.…
— Narendra Modi (@narendramodi) July 30, 2026
SM/BS/JD