Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ક્વોલકોમ ઇન્ક.ના પ્રેસિડેન્ટ અને CEOએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


ક્વોલકોમ ઇન્ક. (Qualcomm Inc.) ના પ્રેસિડેન્ટ અને CEO, શ્રી ક્રિસ્ટિયાનો આર. એમોને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ ભારતના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સની જીવંત ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ સેમિકન્ડક્ટર્સ અને ચિપ મેન્યુફેક્ચરિંગની દુનિયામાં નજીકથી કામ કરવા વિશે પણ વાત કરી હતી.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

ક્વોલકોમ ઇન્ક. ના પ્રેસિડેન્ટ અને CEO, શ્રી ક્રિસ્ટિયાનો આર. એમોનને મળીને આનંદ થયો. અમે ચર્ચા કરી કે કેવી રીતે ક્વોલકોમ ભારતીય ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ સાથે AI અને ટેકનોલોજીના અન્ય ભાવિ ક્ષેત્રોમાં કામ કરી શકે છે. અમે સેમિકન્ડક્ટર્સ અને ચિપ મેન્યુફેક્ચરિંગની દુનિયામાં નજીકથી કામ કરવા વિશે પણ વાત કરી.

@Qualcomm

@cristianoamon”

SM/JY/GP/JD