Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી થતાં થયેલી જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના સત્ય નિકેતનમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાના સંબંધીઓને ગુમાવનારા પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે અધિકારીઓ ઘટનાસ્થળે સક્રિયપણે કામ કરી રહ્યા છે અને અકસ્માતથી અસરગ્રસ્ત તમામ લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી થવાની ઘટના દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના. અધિકારીઓ ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે અને અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે: PM @narendramodi”

SM/IJ/JD