પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભારતની સંસ્કૃતિ અને વારસાના સમૃધ્ધિમાં તેમના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ડબલ-એન્જિન સરકાર અને વિકાસ માટે પ્રતિબદ્ધ લોકોની સક્રિય ભાગીદારીથી, ઉત્તર પ્રદેશ છેલ્લા નવ વર્ષમાં ‘બિમારુ’ રાજ્યમાંથી એક ઉદાહરણીય રાજ્ય બન્યું છે.
રાજ્યના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની અપાર ક્ષમતા દેશની પ્રગતિને વેગ આપવા અને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“રાજ્યના સ્થાપના દિવસ પર ભારતીય સંસ્કૃતિ અને વારસાની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનારા ઉત્તર પ્રદેશના મારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. આપણી ડબલ-એન્જિન સરકાર અને વિકાસ માટે સમર્પિત તેના લોકોની ભાગીદારીથી, છેલ્લા નવ વર્ષમાં આપણું રાજ્ય એક બીમાર રાજ્યમાંથી એક અપવાદરૂપ રાજ્યમાં પરિવર્તિત થયું છે. હું દ્રઢપણે માનું છું કે દેશની પ્રગતિને આગળ ધપાવવામાં ઉત્તર પ્રદેશની ક્ષમતા મહત્વપૂર્ણ રહેશે.”
भारतीय संस्कृति और विरासत की समृद्धि में अमूल्य योगदान देने वाले उत्तर प्रदेश के अपने सभी परिवारजनों को राज्य के स्थापना दिवस की बहुत-बहुत बधाई। डबल इंजन सरकार और विकास को समर्पित यहां के लोगों की सहभागिता से हमारे इस राज्य ने बीते नौ वर्षों में बीमारू से बेमिसाल प्रदेश बनने का…
— Narendra Modi (@narendramodi) January 24, 2026
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com