Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના માંડ્યામાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટન દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી

પ્રધાનમંત્રીએ કર્ણાટકના માંડ્યામાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટન દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના માંડ્યામાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટન દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી છે.

X (ટ્વિટર) પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, તેમણે કહ્યું;

શ્રી આદિચુંચનાગિરી મહાસંસ્થાન મઠ આપણી ગૌરવશાળી આધ્યાત્મિક પરંપરાઓના જીવંત પ્રતીક તરીકે ઉભો છે. સામુદાયિક સેવા પ્રત્યેના તેના પ્રયાસો ખૂબ જ પ્રેરણાદાયી છે.”

 

સમયે સમયે, આપણો સમાજ મહાન આધ્યાત્મિક વિભૂતિઓથી આશીર્વાદિત થયો છે જેમણે આપણો માર્ગ પ્રશસ્ત કર્યો છે.”

 

શ્રી આદિચુંચનાગિરી મહાસંસ્થાન મઠ નવ માર્ગદર્શક સિદ્ધાંતો પર કામ કરે છે.

તે જ ભાવના સાથે, હું દરેકને આ નવ ક્ષેત્રોમાં પણ સામૂહિક સંકલ્પ લેવા વિનંતી કરું છું.”

 

SM/NP/JD