Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શર્મિલાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શર્મિલાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શર્મિલાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શર્મિલાનો આ સીઝનનો બેસ્ટ થ્રો એક નોંધપાત્ર સિદ્ધિ છે અને આ જીત સાથે કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ માટેનો બે દાયકાની લાંબી રાહ પૂર્ણ થઈ છે.

શ્રી મોદીએ તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને તેમની શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

ગ્લાસગોમાં ઇતિહાસ રચાયો છે! 

મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં ખૂબ જ ખાસ ગોલ્ડ જીતવા બદલ અને સીઝન-બેસ્ટ થ્રો માટે પણ શર્મિલાને અભિનંદન. આ સાથે, કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ માટે બે દાયકાની લાંબી રાહનો અંત આવ્યો છે. આગળના પ્રયાસો માટે મારી શુભકામનાઓ. 

#CWG2026”

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]