પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તર સ્થિત કરણપુર ખાતેના કોબ્રા (CoBRA) ઓપરેશન્સ બેઝ પર જવાનો સાથે દિવાળીની ઉજવણીની ઝાંખીઓ શેર કરી હતી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ ઉજવણી બસ્તરમાં દિવાળીના ઉત્સાહને દર્શાવે છે, જે સુરક્ષા દળોના સમર્પણને કારણે શક્ય બની છે. તેમણે અવલોકન કર્યું હતું કે નક્સલવાદ હવે ઇતિહાસ બની ચૂક્યો છે અને વિકાસ એ આગળ વધવાનો માર્ગ છે. શ્રી મોદીએ આ પ્રસંગને વિશેષ અને યાદગાર ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“બસ્તરમાં દિવાળી…આપણા સુરક્ષા દળોનો આભાર!
નક્સલવાદ હવે ઇતિહાસ છે.
વિકાસ એ આગળ વધવાનો માર્ગ છે.
આજનો દિવસ વિશેષ અને યાદગાર હતો.”
Diwali in Bastar…all thanks to our security forces!
Naxalism is history.
Development is the way ahead.
Today was special and memorable. https://t.co/cHok2iVtd8
— Narendra Modi (@narendramodi) November 8, 2026
“બસ્તરમાં દિવાળીનો ઉત્સાહ પૂર્ણપણે દ્રશ્યમાન થયો!”
Diwali spirit on full display in Bastar! https://t.co/KGAWwb12CB
— Narendra Modi (@narendramodi) November 8, 2026
SM/BS/JD