Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રજ્ઞાનંદને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજ્ઞાનંદને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ખરેખર એક અદ્ભુત સીમાચિહ્નરૂપ છે જે તેમની સતત ઉત્કૃષ્ટતાને દર્શાવે છે. શ્રી મોદીએ તેમના ભવિષ્યના પ્રયાસો માટે પણ તેમને ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આ અસાધારણ સિદ્ધિ બદલ પ્રજ્ઞાનંદને ખૂબ ખૂબ અભિનંદન!
આ ખરેખર એક અદ્ભુત સીમાચિહ્નરૂપ છે જે તેમની સતત ઉત્કૃષ્ટતાને દર્શાવે છે.
તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.
@rpraggnachess”

SM/DK/JD