Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડના તમામ રેન્ક (શ્રેણીઓ) ને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડે આપણા કિનારા પર એક અટલ ઢાલ તરીકે ઊભા રહીને પોતાની ઓળખ બનાવી છે, અને દરિયાઈ સુરક્ષા પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતા, ઝડપી આપત્તિ પ્રતિભાવ અને આપણી દરિયાઈ નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ)નું રક્ષણ પ્રશંસનીય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

તેમના સ્થાપના દિવસ પર, ભારતીય કોસ્ટ ગાર્ડના તમામ રેન્કને શુભેચ્છાઓ. તેઓએ આપણા કિનારા પર એક અટલ ઢાલ તરીકે ઊભા રહીને પોતાની ઓળખ બનાવી છે. દરિયાઈ સુરક્ષા પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતા, ઝડપી આપત્તિ પ્રતિભાવ અને આપણી દરિયાઈ નિવસનતંત્રનું રક્ષણ પ્રશંસનીય છે.”

@IndiaCoastGuard

SM/GP/JD