Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજીઈન્ડિયાઆરબ વિદેશ મંત્રીઓની બેઠકમાટે ભારતમાં છે.

પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા આપવાનું અને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

પ્રધાનમંત્રીએ આગામી વર્ષોમાં ભારતઆરબ ભાગીદારી માટેના તેમના વિઝનની રૂપરેખા આપી હતી અને આપણા લોકોના પરસ્પર લાભ માટે વ્યાપાર અને રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઈનના લોકો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને ગાઝા શાંતિ યોજના સહિતના ચાલુ શાંતિ પ્રયાસોને આવકાર્યા હતા. તેમણે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા તરફના પ્રયાસોને સમર્થન આપવામાં આરબ લીગ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

PM/IJ/GP/JD