Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિસ્ટ્રલ એઆઈ (Mistral AI) ના સીઇઓ આર્થર મેન્શ સાથે વિશ્વસનીય એઆઈ, ઇનોવેશન અને આંતરરાષ્ટ્રીય સહયોગ અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ મિસ્ટ્રલ એઆઈ (Mistral AI) ના સીઇઓ આર્થર મેન્શ સાથે વિશ્વસનીય એઆઈ, ઇનોવેશન અને આંતરરાષ્ટ્રીય સહયોગ અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિસ્ટ્રલ એઆઈ (Mistral AI) ના શ્રી આર્થર મેન્શ સાથે વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા એઆઈ (AI) ના પરિદ્રશ્ય પર એક વિસ્તૃત ચર્ચા કરી હતી. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વસનીય એઆઈ, ઇનોવેશન (નવીનતા) અને એઆઈ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક બની રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. 

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ ચર્ચામાં એઆઈ સંબંધિત વિવિધ પાસાઓમાં ભારતમાં ભાગીદારીની સંભાવનાઓ પણ આવરી લેવામાં આવી હતી.  પ્ર

ધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારત ઇનોવેશન, વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાની સાથે માનવતાને સશક્ત બનાવતા એઆઈ સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. 

શ્રી મોદીએ એક X (ટ્વિટર) પોસ્ટમાં જણાવ્યું;  “વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા એઆઈના પરિદ્રશ્ય પર મિસ્ટ્રલ એઆઈના શ્રી આર્થર મેન્શ સાથે એક ગહન ચર્ચા કરી. વિશ્વસનીય એઆઈ, ઇનોવેશન અને એઆઈ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક બની રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું. 

એઆઈ સંબંધિત વિવિધ પાસાઓમાં ભારતમાં ભાગીદારીની સંભાવનાઓ વિશે વાત કરી. ભારત ઇનોવેશન, વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાની સાથે માનવતાને સશક્ત બનાવતા એઆઈ સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.

@arthurmensch @MistralAI”

SM/IJ/JD