Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને હોળીની શુભેચ્છા પાઠવી; સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળીના પર્વ નિમિત્તે દેશના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે રંગો અને ખુશીઓનો આ તહેવાર દરેકના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સફળતા લાવે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણને નવી ઉર્જાથી ભરી દે છે, જે તેની સૌથી મોટી વિશેષતા છે. તેમણે કહ્યું કે તહેવાર દરમિયાન દરેક જગ્યાએ દેખાતા ખુશીના રંગો દરેકને આનંદ અને ઉજવણીની ભાવનાથી રંગી દે છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું

उद्भिन्नस्तबकावतंससुभगाः प्रे खन्मरुन्नर्तिताः

पुष्पोद्गीर्णपरागपांशुललसत्पत्रप्रकाण्ड त्विषः

गम्भीरक्रमपञ्चमोन्मदपिकध्वानोच्छलद्गीतयः
प्रत्युज्जीवितमन्मथोत्सव इव क्रीडन्त्यमू भूरुहः

સુભાષિત સૂચવે છે કે સુંદર કમળના ફુલોની જેમ, જે વસંતના પવનના મનમોહક નૃત્ય હેઠળ ખીલે છે, જીવંત રંગો અને સુગંધથી શણગારેલા હોય છે, પ્રેમનો શાનદાર ઉત્સવ આનંદથી ખીલે છે, જે આનંદમય સૂરોથી ભરેલા હોય છે જે જીવનને જાગૃત કરે છે.

તમામ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ. રંગ અને આનંદનો આ તહેવાર દરેક માટે આનંદ લાવે. દરેકનું જીવન ખુશી, સમૃદ્ધિ અને સફળતાના રંગોથી ભરેલું રહે, એ મારી ઇચ્છા છે.”

હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. આ ઉજવણીની આ જ ખાસિયત છે. બધે છવાયેલા ખુશીના રંગો દરેકને આનંદ અને ખુશીથી ભરી દે છે.”

उद्भिन्नस्तबकावतंससुभगाः प्रे खन्मरुन्नर्तिताः

पुष्पोद्गीर्णपरागपांशुललसत्पत्रप्रकाण्ड त्विषः

गम्भीरक्रमपञ्चमोन्मदपिकध्वानोच्छलद्गीतयः
प्रत्युज्जीवितमन्मथोत्सव इव क्रीडन्त्यमू भूरुहः॥”

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com