પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે સરદાર પટેલે પોતાનું આખું જીવન રાષ્ટ્રને એક કરવા અને ભારતને એકતાના એક તાંતણે બાંધવા માટે સમર્પિત કર્યું.
શ્રી મોદીએ કહ્યું કે એકીકૃત અને મજબૂત ભારત બનાવવા માટે સરદાર પટેલનું અતુલ્ય યોગદાન હંમેશા રાષ્ટ્રની સામૂહિક સ્મૃતિમાં અંકિત રહેશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર પટેલનું જીવન આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિશેષ પ્રેરણા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે ભારતના લોખંડી પુરુષ દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસિત ભારતના વિઝન માટે ઉર્જાનો એક શક્તિશાળી સ્ત્રોત છે.
પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો કે રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલનું અપ્રતિમ યોગદાન તેમનું નિર્ણાયક નેતૃત્વ અને ભારતની અખંડિતતાને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા હંમેશા એક મજબૂત અને સક્ષમ રાષ્ટ્ર માટે માર્ગદર્શક બળ રહેશે.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં શ્રી મોદીએ કહ્યું:
“લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે રાષ્ટ્રને એક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. એક કૃતજ્ઞ રાષ્ટ્ર એક સંયુક્ત અને મજબૂત ભારત બનાવવા માટે તેમના અજોડ યોગદાનને ક્યારેય ભૂલી શકે નહીં.”
“ભારત રત્ન સરદાર પટેલની 75મી પુણ્યતિથિ એ આત્મનિર્ભર ભારત માટે પ્રેરણા મેળવવાનો એક ખાસ પ્રસંગ છે. તેમણે દેશવાસીઓમાં જે રાષ્ટ્રીય એકતાની ભાવના જગાવી તે ‘વિકસિત ભારત’ માટે ઊર્જાનો સ્ત્રોત છે. રાષ્ટ્ર નિર્માણમાં તેમની અનોખી ભૂમિકા મજબૂત અને શક્તિશાળી ભારત માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે.”
लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी 75वीं पुण्यतिथि पर मेरा सादर नमन। उन्होंने देश को एकसूत्र में पिरोने के लिए अपना जीवन समर्पित कर दिया। अखंड और सशक्त भारतवर्ष के निर्माण में उनका अतुलनीय योगदान कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता।
— Narendra Modi (@narendramodi) December 15, 2025
भारत रत्न सरदार पटेल की 75वीं पुण्यतिथि आत्मनिर्भर भारत के लिए प्रेरणा लेने का भी एक विशेष अवसर है। उन्होंने देशवासियों में राष्ट्रीय एकता की जो भावना भरी, वो ‘विकसित भारत’ के लिए ऊर्जा का स्रोत है। राष्ट्र निर्माण में उनकी अद्वितीय भूमिका सशक्त और सामर्थ्यवान भारत के लिए… https://t.co/kJlulprPry
— Narendra Modi (@narendramodi) December 15, 2025
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी 75वीं पुण्यतिथि पर मेरा सादर नमन। उन्होंने देश को एकसूत्र में पिरोने के लिए अपना जीवन समर्पित कर दिया। अखंड और सशक्त भारतवर्ष के निर्माण में उनका अतुलनीय योगदान कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता।
— Narendra Modi (@narendramodi) December 15, 2025