Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવા અને ચારધામ યાત્રાના પ્રારંભ પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રીએ આજે દેવભૂમિ ઉત્તરાખંડમાં શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવાના શુભ પ્રસંગે ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી હતી, જે આ વર્ષની ચારધામ યાત્રાની શરૂઆત છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાત્રા માટે ઉત્તરાખંડ આવતા તમામ યાત્રાળુઓને સંબોધિત પત્ર દ્વારા પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ કહ્યું કે કેદારનાથ ધામ અને ચારધામની યાત્રા એ ભારતની અતૂટ શ્રદ્ધા, એકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો દિવ્ય ઉત્સવ છે. તેમણે ભાર મૂક્યો કે આવી યાત્રાઓ દેશના શાશ્વત વારસા અને આધ્યાત્મિક ચેતનાની ઝલક આપે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

“આજે, દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર, શ્રી કેદારનાથ ધામના કપાટ આપણા બધા ભક્તો માટે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા છે.

કેદારનાથ ધામ અને ચારધામની આ યાત્રા આપણી શ્રદ્ધા, એકતા અને સમૃદ્ધ પરંપરાઓનો દિવ્ય ઉત્સવ છે. આ યાત્રાઓ આપણને ભારતની શાશ્વત સંસ્કૃતિની ઝલક પણ આપે છે.

આ વર્ષે ચારધામ યાત્રાના પ્રારંભ પ્રસંગે, મેં ઉત્તરાખંડ આવતા તમામ ભક્તોને એક પત્ર દ્વારા મારી લાગણીઓ વ્યક્ત કરી છે.

હું ઈચ્છું છું કે બાબા કેદાર દરેક પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે અને તમારી યાત્રાઓને શુભ બનાવે.

હર હર મહાદેવ!”

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com