પીએમઇન્ડિયા
ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-ઓમાન સંબંધોમાં તેમના અસાધારણ યોગદાન અને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે ‘ઓર્ડર ઓફ ઓમાન‘ એવોર્ડ એનાયત કર્યો.
પ્રધાનમંત્રીએ આ સન્માન બંને દેશો વચ્ચેની સદીઓ જૂની મિત્રતાને સમર્પિત કર્યું અને તેને ભારતના 1.4 અબજ લોકો અને ઓમાનના લોકો વચ્ચેના ઉષ્મા અને સ્નેહને શ્રદ્ધાંજલિ ગણાવી.
બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રીની ઓમાન મુલાકાત દરમિયાન આ સન્માન એનાયત થવાથી આ પ્રસંગ અને વ્યૂહાત્મક ભાગીદારીને વિશેષ મહત્વ મળ્યું.
1970 માં મહામહિમ સુલતાન કાબૂસ બિન સૈયદ દ્વારા સ્થાપિત, ઓર્ડર ઓફ ઓમાન જાહેર જીવન અને દ્વિપક્ષીય સંબંધોમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવ્યો છે.
SM/GP/BS
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com