Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિનો ફોન આવ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકેનો ફોન આવ્યો હતો.

બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી, જેમાં વૈશ્વિક ઊર્જા સુરક્ષાને અસર કરતા વિક્ષેપો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બંને નેતાઓએ સમગ્ર વિશ્વના હિતમાં શિપિંગ લાઇનને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ ભારતશ્રીલંકા ઊર્જા સહયોગને મજબૂત કરવા અને પ્રાદેશિક સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતની નેબરહુડ ફર્સ્ટ‘ (પાડોશી પ્રથમ) નીતિ અને MAHASAGAR વિઝનને અનુરૂપ વહેંચાયેલા પડકારોનો સામનો કરવા માટે નજીકથી સાથે મળીને કામ કરવાની ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

SM/DK/JD