પીએમઇન્ડિયા
ભારત અને ન્યૂઝીલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે, જે વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, પ્રવાસન, સંસ્કૃતિ, રમતગમત, એગ્રી–ટેક, લોકો વચ્ચેના સંબંધો તેમજ ઈન્ડો–પેસિફિક પ્રાથમિકતાઓ અને બહુપક્ષીય મુદ્દાઓ પર સંકલનને મજબૂત બનાવે છે. રોડમેપ ટૂ 2030 આગામી ચાર વર્ષ માટે સંબંધિત મંત્રાલયો અને હિતધારકોમાં ભારત–ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના સુવ્યવસ્થિત અમલીકરણને માર્ગદર્શન આપવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ પૂરો પાડે છે.
સ્તંભ I: રાજકીય અને રાજદ્વારી જોડાણ
પ્રાદેશિક અને બહુપક્ષીય કાર્યક્રમો અંતર્ગત સંબંધિત પ્રધાનમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ વચ્ચે નિયમિત ધોરણે બેઠકો અને પરસ્પર મુલાકાતોનું આયોજન કરવાનો પ્રયાસ કરવો.
નિયમિત વિદેશ મંત્રીઓના સંવાદ દ્વારા અસરકારક ઉચ્ચ સ્તરીય સહયોગ સુનિશ્ચિત કરવો.
સામાન્ય હિતના તમામ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા માટે સંબંધિત મંત્રાલયો અને સરકારી વિભાગો વચ્ચે બેઠકો અને પરસ્પર ક્રિયાપ્રતિક્રિયાઓ તીવ્ર બનાવવી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નિયમિત સંસદીય આદાન–પ્રદાન અને સત્તાવાર મુલાકાતોને પ્રોત્સાહન આપવું.
વ્યૂહાત્મક ભાગીદારી અને રોડમેપ ટૂ 2030ના અમલીકરણને સંચાલિત કરવા અને સંકલન કરવા માટે એક મિકેનિઝમ પૂરું પાડવા માટે, ભારતના વિદેશ મંત્રાલયના સચિવ સ્તરે અને ન્યૂઝીલેન્ડના વિદેશ બાબતો અને વેપાર મંત્રાલયના નાયબ સચિવ (અમેરિકા અને એશિયા) સ્તરે વાર્ષિક બેઠકોની પ્રથાને મજબૂત કરવી.
સ્તંભ II: સંરક્ષણ અને સુરક્ષા સહયોગ
યુદ્ધાભ્યાસ, એકમોની મુલાકાતો (દરિયાઈ, હવાઈ, જમીની), ટૂંકા ગાળા માટે કર્મચારીઓનું આદાન–પ્રદાન, રમતગમતની મુલાકાતો, ડિફેન્સ સ્ટાફ કોલેજ આદાન–પ્રદાન અને ઉચ્ચ સ્તરીય સંરક્ષણ સંવાદો દ્વારા સૈન્ય ક્રિયાપ્રતિક્રિયા ચાલુ રાખવી.
મંત્રી સ્તર સહિત સંરક્ષણ સંબંધિત બાબતો પર સંવાદ વધારવાનું ચાલુ રાખવું.
સંરક્ષણ સહયોગ પર 2025ના ભારત–ન્યૂઝીલેન્ડ એમઓયુ (સમજૂતી જ્ઞાપન) નું અમલીકરણ ચાલુ રાખવું અને સંરક્ષણ મંત્રાલય અને સેવા સ્તરે નિયમિત, સુવ્યવસ્થિત સંરક્ષણ જોડાણ જાળવી રાખવું.
તાજેતરમાં સંમત થયેલા દરિયાઈ સહયોગ કરાર, હાઈડ્રોગ્રાફી અને નોટિકલ કાર્ટોગ્રાફીની બાબતોમાં સહકાર અંગેના અમલીકરણ કરાર, અને દરિયાઈ ક્ષેત્ર પર કેન્દ્રિત પરસ્પર લોજિસ્ટિક્સ સપોર્ટ કરારનો અમલ કરવો.
દરિયાઈ સહયોગ કરારના ભાગરૂપે દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ સહિત નૌકાદળની પ્રવૃત્તિઓનું સંચાલન કરવું.
ઇન્ડો–પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવના દરિયાઈ સુરક્ષા સ્તંભ હેઠળ દરિયાઈ બાબતો પર સહકાર આગળ વધારવો.
ભારતના વિદેશ મંત્રાલય અને ન્યૂઝીલેન્ડના વિદેશ બાબતો અને વેપાર મંત્રાલયના નેતૃત્વમાં વાર્ષિક દરિયાઈ સુરક્ષા સંવાદની સ્થાપના કરવી.
ભારતના વિદેશ મંત્રાલય અને ન્યૂઝીલેન્ડના વિદેશ બાબતો અને વેપાર મંત્રાલયની આગેવાની હેઠળ કાઉન્ટર–ટેરરિઝમ (CT) પર સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની સ્થાપના કરતા વ્યવસ્થાના મેમોરેન્ડમને કાર્યરત કરવું અને પરસ્પર સંમત હોય તેવા સમયે CT પર JWGની પ્રથમ બેઠક બોલાવવી.
ભારત–ન્યૂઝીલેન્ડ સાયબર સંવાદ દ્વારા સહિયારી સાયબર સુરક્ષા પ્રાથમિકતાઓ પર જોડાણ કરવું.
નાર્કોટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક પદાર્થો, પ્રીકર્સર કેમિકલ્સ અને સંબંધિત બાબતોની હેરફેરનો મુકાબલો કરવા માટે સહકાર અંગેના ભારત–ન્યૂઝીલેન્ડ વ્યવસ્થાના મેમોરેન્ડમને ઔપચારિક બનાવવાની દિશામાં કામ કરવું.
કાયદાના અમલીકરણ સહકાર પર ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ન્યૂઝીલેન્ડ પોલીસ વચ્ચે વ્યવસ્થાના મેમોરેન્ડમને ઔપચારિક બનાવવાની દિશામાં કામ કરવું.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સની સ્થિતિસ્થાપકતા સુધારવા માટે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) દ્વારા સહયોગને મજબૂત બનાવવો.
સ્તંભ III: વેપાર અને આર્થિક સહયોગ
દ્વિપક્ષીય વેપાર
ભારત–ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર વહેલામાં વહેલી તકે અમલમાં આવે અને તેનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત થાય તે માટેના આગામી પગલાં પર સાથે મળીને કામ કરવું.
કસ્ટમ્સ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને વિશ્વસનીય વેપારને સુવિધાજનક બનાવવા માટે 2024ના કસ્ટમ્સ કોઓપરેશન અરેન્જમેન્ટ (CCA)ના નેજા હેઠળ 2025ના ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર્સ મ્યુચ્યુઅલ રેકગ્નિશન અરેન્જમેન્ટ (AEO-MRA)ને કાર્યરત કરવું.
પ્રાથમિક ઉદ્યોગો
સંયુક્ત સંશોધન, જ્ઞાનનું આદાન–પ્રદાન, પોસ્ટ હાર્વેસ્ટ ઇનોવેશન, અને બજાર વિકાસની પહેલોને આગળ વધારવા માટે બાગાયત (હોર્ટિકલ્ચર) પરના 2025ના સહકારના મેમોરેન્ડમનો અમલ કરવો.
સતત નીતિ સંવાદ, તકનીકી આદાન–પ્રદાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન–પ્રદાન દ્વારા વનસંવર્ધન સહયોગ પર 2025ના લેટર ઓફ ઇન્ટેન્ટનો અમલ કરવો. 23. તકનીકી અને નીતિ વિષયક સહયોગને આગળ વધારવા માટે પશુપાલન અને ડેરી ઉદ્યોગ પરના સહકારના મેમોરેન્ડમનો અમલ કરવો.
પ્રવાસન
પ્રવાસન ક્ષેત્રે દ્વિમાર્ગી મુલાકાતીઓના પ્રવાહ અને ઉદ્યોગ સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન પરના વ્યવસ્થાના મેમોરેન્ડમને કાર્યરત કરવું.
અદ્યતન એર સર્વિસીસ એગ્રીમેન્ટ હેઠળ એરલાઈન્સને સીધી (નોન–સ્ટોપ) ફ્લાઈટ્સ શરૂ કરવા પ્રોત્સાહિત કરીને પ્રવાસન વૃદ્ધિને પ્રોત્સાહન આપવું.
સ્તંભ IV: લોકો, સંસ્કૃતિ અને રમતગમત
દ્વિપક્ષીય લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રવાસી સમુદાયો (ડાયસ્પોરા) ને ભાગીદાર તરીકે જોડવા.
રમતગમત પરના 2025 ના સહકારના મેમોરેન્ડમનો અમલ ચાલુ રાખવો.
ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને સ્પોર્ટ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમતગમત પર ભારત–ન્યૂઝીલેન્ડ સંયુક્ત કાર્ય યોજનાનો અમલ કરવો.
પરંપરાગત દવાઓ પર નિષ્ણાત સ્તરના આદાન–પ્રદાનને સમર્થન આપવું.
આપણા સંબંધિત દરિયાઈ ઉદ્યોગોને ટેકો આપવા માટે સીફેરર યોગ્યતા પ્રમાણપત્રોની માન્યતાને મજબૂત કરવાની તકો પર ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અને મેરિટાઇમ ન્યૂઝીલેન્ડ વચ્ચે સંવાદ ચાલુ રાખવો.
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલ, ભારત અને ન્યૂઝીલેન્ડ મેરિટાઇમ મ્યુઝિયમ વચ્ચે વ્યવસ્થાના મેમોરેન્ડમ હેઠળ સહકારને પ્રોત્સાહિત કરવો.
આપણી સંબંધિત સંસ્કૃતિઓની બહેતર સમજ કેળવવા માટે સાંસ્કૃતિક સહયોગ અંગેની વ્યવસ્થાનો અમલ કરવો.
સ્થાનિક સરકારો વચ્ચે સહકારને પ્રોત્સાહિત કરવો.
સ્તંભ V: શિક્ષણ, સંશોધન, વિજ્ઞાન અને તકનીકી, અને આપત્તિ વ્યવસ્થાપન
ભારત અને ન્યૂઝીલેન્ડની સંબંધિત શિક્ષણ પ્રણાલીઓ પર માહિતીના સતત આદાન–પ્રદાનની સુવિધા માટે બંને શિક્ષણ મંત્રાલયો વચ્ચે 2025 ના શિક્ષણ સહયોગ કરારનો અમલ કરવો.
શિક્ષણ સહયોગ કરારના ઉદ્દેશ્યો સાથે સુસંગત સરકારી અને સંસ્થાકીય ભાગીદારી અને જોડાણોની સંખ્યામાં વધુ વૃદ્ધિ કરવાનો પ્રયાસ કરવો.
સૌર ઉર્જા જમાવટ, ધિરાણ અને ક્ષમતા નિર્માણ પર કેન્દ્રિત ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન) સાથે સક્રિય જોડાણ દ્વારા આબોહવાની કામગીરી અને ઓછા ઉત્સર્જન તરફના સંક્રમણો પર સહકાર વધારવો.
ટકાઉ ઊર્જા સંક્રમણોને ટેકો આપવા માટે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ સાથે જોડાણ કરવું.
કૃષિ, આબોહવા, ડિજિટલ પરિવર્તન, અને નવી અને ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરીને સંશોધન, વિજ્ઞાન, તકનીકી અને નવીનતામાં દ્વિપક્ષીય ભાગીદારીની તકો શોધવા અને તેનું નિર્માણ કરવા માટે સરકારી અધિકારીઓ, સંસ્થાઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા.
સજ્જતા, કટોકટી પ્રતિભાવ, અને ક્ષમતા નિર્માણને આવરી લેતા ભારતના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ન્યૂઝીલેન્ડની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી વચ્ચે સહકારના મેમોરેન્ડમનો અમલ કરવો.
સ્તંભ VI: પ્રાદેશિક અને બહુપક્ષીય સહકાર
નિયમ–આધારિત ઇન્ડો–પેસિફિકને જાળવી રાખવા માટે આસિયાન (ASEAN) ની આગેવાની હેઠળના અને અન્ય પ્રાદેશિક મંચો પર વિચારોનું આદાન–પ્રદાન કરવું.
ઇન્ડો–પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવના દરિયાઈ સુરક્ષા સ્તંભ હેઠળ નક્કર સહકારની તકો શોધવી અને આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને UNCLOS અનુસાર વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને ટેકો આપવો.
સંયુક્ત રાષ્ટ્ર (UN) માં સહકારને મજબૂત બનાવવો અને સંયુક્ત રાષ્ટ્રના સુધારાઓને સમર્થન આપવું, જેમાં સુધારેલી સુરક્ષા પરિષદની કાયમી સદસ્યતા માટે ભારતની ઉમેદવારીનો સમાવેશ થાય છે.
બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ઉમેદવારી માટે, જ્યાં શક્ય હોય ત્યાં, પરસ્પર સમર્થનનું આદાન–પ્રદાન કરવું.
નોંધવું કે ભારત–ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી: રોડમેપ ટૂ 2030 કોઈ નાણાકીય પ્રતિબદ્ધતાઓને જન્મ આપતો નથી અને સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈ કાયદેસર રીતે બંધનકર્તા અધિકારો અથવા જવાબદારીઓ ઊભી કરતો નથી.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Held extensive and fruitful talks with PM Luxon in Auckland this morning. His own visit to India last year energised our bilateral partnership and my visit today, the first by an Indian Prime Minister in 4 decades, has added further momentum to the India-New Zealand friendship.… pic.twitter.com/W8bpOfAeeE
— Narendra Modi (@narendramodi) July 11, 2026
The areas which were prominently covered in the talks with PM Luxon include trade, technology and investment linkages. We have also developed a strong framework for cooperation in agriculture, dairy and food processing. Equally important is the emphasis on healthcare and… pic.twitter.com/4iHqYUyR8R
— Narendra Modi (@narendramodi) July 11, 2026
PM Luxon and I firmly believe that the greatest strength of our relationship lies in our people-to-people ties. In that spirit, we will enhance cooperation in education, sports, culture, heritage and creative industries.
— Narendra Modi (@narendramodi) July 11, 2026
At the India-New Zealand business event in Auckland, which I attended with PM Luxon, I told business leaders:
— Narendra Modi (@narendramodi) July 11, 2026
India is not only a market.
India is a launchpad for global growth.
Together, let us take this economic partnership to new heights!@chrisluxonmp pic.twitter.com/8M53Lx47zh
This has been a great year for the India-New Zealand partnership. Earlier this year, our nations concluded a Free Trade Agreement in record time and now, we have elevated our ties to a Strategic Partnership. Next up, we wish to double bilateral trade by 2030! https://t.co/IyR5qpUt2X
— Narendra Modi (@narendramodi) July 11, 2026