Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન


હું 21-23 નવેમ્બર, 2025 દરમિયાન દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકની મુલાકાતે જઈ રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માન. શ્રી સિરિલ રામાફોસા ના આમંત્રણ પર જોહાનેસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાનારી 20મી G20  લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે હું ત્યાં જઈ રહ્યો છું.

આ એક ખાસ સમિટ હશે કારણ કે તે આફ્રિકામાં યોજાનારી પહેલી G20 સમિટ હશે. 2023માં ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન, આફ્રિકન યુનિયન G20નું સભ્ય બન્યું હતું.

આ શિખર બેઠક વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અવસર પૂરો પાડશે. આ વર્ષની G20 થીમ “એકતા, સમાનતા અને સ્થિરતા” છે, જેના દ્વારા દક્ષિણ આફ્રિકાએ નવી દિલ્હી, ભારત અને રિયો ડી જોનેરો, બ્રાઝિલમાં અગાઉની સમિટના પરિણામો પર નિર્માણ કર્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય’ ના આપણા દૃષ્ટિકોણને અનુરૂપ, હું શિખર બેઠકમાં ભારતની દ્રષ્ટિ રજૂ કરીશ.

હું ભાગીદાર દેશોના નેતાઓ સાથેની મારી વાતચીત અને છઠ્ઠી IBSA સમિટમાં ભાગ લેવા માટે આતુર છું.

આ મુલાકાત દરમિયાન, હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ કરવા માટે પણ આતુર છું, જે ભારતની બહાર સૌથી મોટા ડાયસ્પોરામાંથી એક છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]