Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી બાલેન્દ્ર શાહજીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાલેન્દ્ર શાહજીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “તમારું પદ સંભાળવું એ નેપાળની જનતા દ્વારા તમારા નેતૃત્વમાં મૂકવામાં આવેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે”. શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે તેમને વિશ્વાસ છે કે ભારત અને નેપાળ વચ્ચેની મિત્રતા અને સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે, જે બંને દેશોના લોકોના પરસ્પર હિતમાં હશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નેપાળના પ્રધાનમંત્રી પદના શપથ લેવા બદલ બાલેન્દ્ર શાહજીને હાર્દિક અભિનંદન! તમારો કાર્યભાર સંભાળવો એ નેપાળની જનતા દ્વારા તમારા નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવે છે. મને વિશ્વાસ છે કે આપણે મળીને ભારત-નેપાળની મિત્રતા અને સહયોગને એક નવી ઊંચાઈ પર લઈ જઈશું, જે બંને દેશોના લોકોના પરસ્પર હિતમાં છે.”

@ShahBalen

SM/IJ/JD