Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેમની ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાતના અંશો શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાતના અંશો શેર કર્યા છે.

X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;

“સહારનપુરમાં મોટી સંખ્યામાં આવેલા પોતાના પરિવારજનોના અપાર સમર્થન અને આશીર્વાદે એક નવી ઊર્જાથી ભરી દીધો.”

“દહેરાદૂનના પ્રસિદ્ધ જય મા ડાટ કાલી મંદિરમાં દર્શન અને પૂજનનું સૌભાગ્ય મળ્યું. દેવી મા પાસે તમામ દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ અને આરોગ્યપ્રદ જીવનની કામના કરી.”

“ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર પર બનેલા વાઇલ્ડલાઇફ એલિવેટેડ કોરિડોરને જોવાની ઉત્તમ તક મળી. આનાથી વન્યજીવોની અવરજવર નિર્બાધ રીતે સુનિશ્ચિત થવાની સાથે જ પ્રવાસન અને વ્યાપાર માટે પણ નવી તકો ઊભી થશે.”

“દહેરાદૂનમાં ઉત્તરાખંડના મારા ભાઈઓ-બહેનોનો અભૂતપૂર્વ જોશ અને ઉત્સાહ જણાવી રહ્યો છે કે તેઓ ડબલ એન્જિન સરકારમાં થઈ રહેલા ઝડપી વિકાસથી કેટલા ખુશ છે.”

“દહેરાદૂનના કાર્યક્રમમાં જનતા-જનાર્દનના ઉત્સાહ અને ઉમંગથી અભિભૂત છું.”

SM/IJ/JD