Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સાથે વિવિધ પ્રસંગોએ થયેલી તેમની મુલાકાતો અને વાતચીતોને યાદ કરી. શ્રી મોદીએ કહ્યું કે મુહમ્મદુ બુહારીની બૌદ્ધિકતા, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદભુત હતી. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, લોકો અને નાઇજીરીયાની સરકાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના અવસાનથી ખૂબ દુઃખ થયું. મને વિવિધ પ્રસંગોએ થયેલી અમારી મુલાકાતો અને વાતચીતો યાદ છે. તેમની બૌદ્ધિકતા, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદભુત હતી. હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, લોકો અને નાઇજીરીયાની સરકાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.

@officialABAT

@NGRPresident”

AP/NP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]