Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બીટિંગ રીટ્રીટ 2026 ની ઝલક શેર કરી

પ્રધાનમંત્રીએ બીટિંગ રીટ્રીટ 2026 ની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બીટિંગ રીટ્રીટ 2026ની ઝલક શેર કરી. શ્રી મોદીએ કહ્યું કે વિવિધ બેન્ડ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન યાદગાર હતા.

X પરની શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

“બીટિંગ રીટ્રીટ 2026ની કેટલીક ઝલક અહીં છે. વિવિધ બેન્ડ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન યાદગાર હતા.”

“બીટિંગ રીટ્રીટ 2026ની કેટલીક વધુ ઝલક અહીં છે.”

“બીટિંગ રીટ્રીટ 2026 માં એરફોર્સ બેન્ડ અસાધારણ હતું.

તેઓએ બ્રેવ વોરિયર‘, ‘ટ્વાઇલાઇટ‘, ‘એલર્ટ (પોસ્ટ હોર્ન ગેલોપ)અને ફ્લાઇંગ સ્ટારનું પ્રદર્શન સારી રીતે કર્યું.

સિંદૂર રચના શાનદાર હતી!”

“ખરેખર ઉત્કૃષ્ટ!

નૌકાદળના બેન્ડના પ્રદર્શનમાં નમસ્તે‘, ‘સાગર પવન‘, ‘માતૃભૂમિ‘, ‘તેજસ્વીઅને જય ભારતીનો સમાવેશ થાય છે.

મત્સ્ય યંત્ર રચના અચૂક  હતી.”

“બીટિંગ રીટ્રીટ 2026માં CAPF બેન્ડ દ્વારા રજૂ કરાયેલી વિવિધ રચનાઓ જીવંતતાથી ભરેલી હતી અને આપણા રાષ્ટ્રનું રક્ષણ કરનારાઓ પ્રત્યે ગર્વની ભાવનાને પ્રતિબિંબિત કરતી હતી.”

“બીટિંગ રીટ્રીટ 2026માં આર્મી મિલિટરી બેન્ડ દ્વારા રજૂ કરાયેલી ધૂન ઉત્તમ હતી. ઓપરેશન સિંદૂર, વંદે માતરમના 150 વર્ષ, ભારતની નારી શક્તિના ક્રિકેટ વિજય, તેમજ અશ્ની ડ્રોન, ભૈરવ બટાલિયન અને પ્રાચીન ગરુડ વ્યૂહ યુદ્ધ રચનાની રજૂઆતો સહિતની રચનાઓ પણ એટલી જ શાનદાર હતી.”

ડ્રમર્સ કોલ

અદભુત! બીટિંગ રીટ્રીટ 2026માં તેની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી.”

“એવા સમયે જ્યારે આપણે વંદે માતરમના 150 વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણા સશસ્ત્ર દળો દ્વારા બીટિંગ રીટ્રીટ 2026માં આ ગીતનું પ્રદર્શન અદભૂત છે.”

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com