Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં આગ લાગવાની દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.

ઇન્દોરમાં થયેલી આગ દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો માટે ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. શ્રી મોદીએ વધુમાં જાહેરાત કરી કે PMNRFમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગની ઘટનામાં જાનમાલના નુકસાનથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.

PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 આપવામાં આવશે: PM”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com