Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમ સ્થિત અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમમાં અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી.

પવિત્ર મંદિરની તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા. પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે ભગવાન મુરુગન આપણને શક્તિ, હિંમત અને ડહાપણ સાથે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ “Vetrivel Muruganukku Arogara!” ના આહ્વાન સાથે પોતાની લાગણીઓ શેર કરી.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું:

“Vetrivel Muruganukku Arogara!

મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમમાં અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.
તમામની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા. ભગવાન મુરુગન આપણને હંમેશા શક્તિ, હિંમત અને ડહાપણ સાથે માર્ગદર્શન આપે.”

SM/JY/JD