Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનની ઝલક શેર કરી

PM shares glimpses of his address at the inauguration of Kaynes Semicon Plant at Sanand, Gujarat


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં કેઈન્સ ટેકનોલોજી સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટનની ઝલક શેર કરી હતી, જે આ સુવિધામાં ઉત્પાદનની શરૂઆત દર્શાવે છે. એ વાતની નોંધ લેતા કે તેઓ માઈક્રોન પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવા માટે 28 ફેબ્રુઆરીએ સાણંદમાં હાજર હતા અને બરાબર એક મહિના પછી કેઈન્સના સીમાચિહ્ન માટે પરત ફર્યા છે, પ્રધાનમંત્રીએ ભારતની સેમિકન્ડક્ટર સફરની ગતિ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે, “આ માત્ર એક સંયોગ નથી, તે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જે ઝડપે વિકસી રહી છે તેનો પુરાવો છે.”

X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે ખરેખર ગૌરવની ક્ષણ છે કે ગુજરાતના સાણંદમાં કેઈન્સ સેમિકોન OSAT સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યવાદી ટેકનોલોજી અને નવીનતામાં અગ્રેસર તરીકે ઉભરી આવવાના ભારતના પ્રયાસોને વેગ આપશે.”

 

“‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ ને વેગ.”

 

ભારતનો સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિવિધ રાજ્યોમાં ખીલી રહ્યો છે, જે અસંખ્ય યુવાનો માટે નવી તકો પેદા કરી રહ્યો છે. અમે હવે આ પ્રયાસોમાં વધુ સ્કેલ ઉમેરવા માટે સેમિકન્ડક્ટર મિશન 2.0 પર કામ કરી રહ્યા છીએ.”

 

આ ભારતનો ટેકેડ (Techade) છે!

ટેકનોલોજી, AI, સેમિકન્ડક્ટર્સમાં અમારી પહેલ સમગ્ર ગ્રહને લાભ પ્રદાન કરવા જઈ રહી છે.”

SM/DK/JD