Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તહેવારોની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રદેશમાં વિકસતી સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે જોર્ડનના રાજા હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II (King Abdullah II) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II સાથે વાત કરી અને અગાઉથી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ચર્ચા દરમિયાન, બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા નિંદનીય છે અને તે ટાળી શકાય તેવા તણાવ (escalation) તરફ દોરી શકે છે. શ્રી મોદીએ ખાતરી આપી હતી કે ભારત અને જોર્ડન માલસામાન અને ઉર્જાના અવરોધ વિનાના પરિવહન (unhindered transit) ના સમર્થનમાં ઊભા છે. પ્રધાનમંત્રીએ આ પ્રદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસીની સુવિધા માટે જોર્ડનના પ્રયાસોની ઊંડી પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

મારા ભાઈ, જોર્ડનના રાજા હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II ને ફોન પર અગાઉથી ઈદની શુભેચ્છાઓ પાઠવી. અમે પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીની જરૂરિયાત પર ભાર મૂક્યો. પશ્ચિમ એશિયામાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા નિંદનીય છે અને તે ટાળી શકાય તેવા તણાવ તરફ દોરી શકે છે. ભારત અને જોર્ડન માલસામાન અને ઉર્જાના અવરોધ વિનાના પરિવહનના સમર્થનમાં ઊભા છે. આ પ્રદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસીની સુવિધા માટે જોર્ડનના પ્રયાસોની ઊંડી પ્રશંસા કરી.”

SM/IJ/JD