Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA)ના ટ્રસ્ટીઓને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની વિવિધ સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે આજે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ (IGNCA)ના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના ટ્રસ્ટીઓને મળ્યા અને સાંસ્કૃતિક પ્રમોશનની સફરમાં વધુ લોકોને જોડવાની રીતો વિશે ચર્ચા કરી. વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી અને ટ્રસ્ટીઓએ ડિજિટલ અને પાયાના સ્તરની પહેલો દ્વારા પહોંચને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી, અને ભારતની સમૃદ્ધ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવામાં કલાકારો અને વિદ્વાનોને ટેકો આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“IGNCA ના ટ્રસ્ટીઓને મળ્યા અને ભારતની વિવિધ સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવા સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. અમે સફરમાં વધુ લોકોને લાવવા, ડિજિટલ અને પાયાના સ્તરની પહેલો દ્વારા પહોંચને મજબૂત કરવા અને અમારા સમૃદ્ધ વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે કલાકારો અને વિદ્વાનોને ટેકો આપવાની રીતો પણ શોધી કાઢી હતી.”

SM/JD