Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને નાગરિકોને તેમના ઘરની વિગતો સ્વ-ગણતરી કરવા, વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી, જે ઘરની યાદી અને આવાસની કામગીરીને લગતી વસ્તી ગણતરી 2027 ના પ્રથમ તબક્કાની શરૂઆત દર્શાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમો દ્વારા ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. તે ભારતના લોકોને તેમના ઘરની વિગતો સ્વ-ગણતરી કરવા માટે સશક્ત પણ બનાવે છે.

શ્રી મોદીએ ભારતના લોકોને તેમના ઘરની વિગતો જાતે જ સ્વ-ગણતરી કરવા અને વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મારી સ્વ-ગણતરી પૂર્ણ કરી.

આજે ઘરની યાદી અને આવાસની કામગીરીને લગતી વસ્તી ગણતરી 2027 ના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે. આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમો દ્વારા ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. તે ભારતના લોકોને તેમના ઘરની વિગતો સ્વ-ગણતરી કરવા માટે સશક્ત પણ બનાવે છે.

હું ભારતના લોકોને તેમના ઘરની વિગતો જાતે જ સ્વ-ગણતરી કરવા અને વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરું છું.”

SM/IJ/JD